Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

અનોખું કાર્ડઃ નો ઓફિસ, નો બિઝનેસ, નો જોબ, નો વરીઝ

નવી દિલ્હી તા.૫: સોશ્યલ મિડીયાને કારણે લોકોની નાની-નાની ક્રિયેટીવ વાતો બહુ ઝડપથી વાયુવેગે લોકોમાં ચર્ચાતી થઇ જાય છે. તાજેતરમાં @ Pedestrianpoet નામના ટ્વીટર હેન્ડલ પરથી એક બિઝનેસ-કાર્ડની તસ્વીર પોસ્ટ કરવામા઼ આવી છે જે ઇન્ટરનેેટ પર છવાઇ ગઇ છે. સામાન્ય રીતે કોઇ વિઝિટીંગ-કાર્ડમાં વ્યકિત પોતે કયાં કામ કરે છે. કયા હોદા પર છે અને શું કરે છે એ લખેલું હોય છે, પરંતુ આ કાર્ડના ઉપરના ભાગમાં લખ્યું છેઃ નો ઓફિસ, નો બિઝનેસ, નો જોબ, નો વરીઝ. એ ઉપરાંત નીચે લખ્યું છેઃ હળવું કંઠય સંગીત, ટ્રાવેલીંગ, પોલિટિકલ ચર્ચા, કાર્ડ-ગેમ્સ, લંચ કે ડિનર માટે ઉપલબ્ધ છુ.

આવું હટકે બિઝનેસ-કાર્ડ બનાવનારનું નામ છે જી. સુનીલ સચદેવ. તેઓ રીટાયર્ડ થયા ત્યારે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનમાં ચીફ મેનેજર તરીકે કામ કરતા હતા. ટ્વીટર-યુઝરે કાર્ડના ફોટોગ્રાફ સાથે લખ્યું છેઃ અંકલનું આ કાર્ડ મને મળ્યું એના છ મહિના પહેલાં જ તેઓ ગુજરી ગયા. કાશ, હું તેમને પહેલાં ઓળખી શકી હોત. તેમણે જીવનને ભરપુર જીવી લીધું.

(4:09 pm IST)