Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

દીપડાને કૂવામાંથી બહાર કાઢવા ગામના લોકો નિસરણી મુકીને સંતાઇ ગયા અને ખરેખર દીપડો સીડી ચડીને ભાગી ગયો

ધુન્ડી તા. ૫: મધ્યપ્રદેશના ધુન્ડી ગામ પાસે આવેલા ટાઇગર રિઝર્વ પાસે એક કુવામાં ત્રણેક વર્ષનો દીપડો પડી ગયો. ગામવાળાઓએ કુવામાં ડુબતા દીપડાને જોયો. શરૂઆતમાં એને બહાર કાઢવા માટે દોરડું અને લાકડીઓ જેવી ચીજો નાખવાનો પ્રયોગ કર્યો પણ કંઇ મેળ ન પડયો. આખરે જંગલ ખાતાના અધિકારીએ ગામવાળાઓને કૂવાની ઊંડાઇ જેટલી લાંબી નિસરણી તેયાર કરવા કહયું. કૂવાની જે સાઇડમાં દીપડો પાણીમાં ઊંચે રાખીને બચવાની કોશિશ કરી રહયો હતો ત્યાં એ લાંબી નિસરણી કૂવામાં ઉતારી. નિસરણીની આજુબાજુનો ભાગ ખાલી કરીને બધા કૂવાની પાછળના ભાગે ગોઠવાઇ ગયા. થોડી જવારમાં દીપડો ખુબ આસાનીથી નિસરણી પર ચડીને ઉપર આવી ગયો અને જંગલમાં ભાગી ગયો.

(3:57 pm IST)
  • મંગળવારે પેટ્રોલમાં લિટરે 10 પૈસા અને ડીઝલમાં 8 પૈસાનો ઘટાડો થવાની શકયતા :ઘટયા ભાવ સવારે છ વાગ્યાથી લાગુ થશે :નવા ભાવ મુજબ પેટ્રોલ લિટરે 77,08 રૂપિયા અને ડીઝલનો ભાવ લિટરે 74,00 રૂપિયા થશે :રાજ્ય પ્રમાણે કરવેરા અલગ થશે:છેલ્લા છ દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે access_time 1:23 am IST

  • પેટ્રોલ ડીઝલમાં સતત આઠમા દિવસે ભાવ ઘટશે:બુધવારે પેટ્રોલમાં લિટરે 9 પૈસા અને ડીઝલમાં 6 પૈસાનો ઘટાડો થવાની શકયતા :ઘટયા ભાવ સવારે છ વાગ્યાથી લાગુ થશે :નવા ભાવ મુજબ પેટ્રોલ લિટરે 76,99 રૂપિયા અને ડીઝલનો ભાવ લિટરે 73,94 રૂપિયા થશે :રાજ્ય પ્રમાણે કરવેરા અલગ થશે:છેલ્લા સાત દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે access_time 12:09 am IST

  • મુંબઈમાં મુશળધાર વરસાદ: બદલાપૂર, ડોમ્બિવલી, વિક્રોલીમાં પવન સાથે વરસાદ તૂટી પડ્યો: કેટલાય સ્થળોએ લાઇટો ગૂલ :મુંબઈના મલબારહીલ વિસ્તારમાં ધોધમાર વરસાદ :રસ્તાઓમાં પાણી ભરાયા :કેટલાય જગ્યાએ વાહનચાલકો ફસાયા access_time 12:33 am IST