Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

CICનો PMOને સવાલ : કોહિનૂર હીરાને પરત લાવવા સરકારે શું કર્યું?

નવી દિલ્હી તા. ૫ : સેન્ટ્રલ ઈન્ફોર્મેશન કમિશને વડાપ્રધાન ઓફિસ અને વિદેશ મંત્રાલયને પ્રશ્ન કર્યો છે કે, સરકારે કોહિનૂર હીરાના દેશમાં પરત લાવવા કયા પ્રકારના પ્રયાસો કર્યા છે. આ ઉપરાંત CICએ મહારાજા રણજીત સિંહનું સોનાનું સિંહાસન, શાહજહાંનો શરાબનો પ્યાલો અને ટીપુ સુલ્તાનની તલવાર જેવી પ્રાચીન અને કીમતી વસ્તુઓ પરત લાવવા માટે સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયાસો અંગે માહિતી આપવા જણાવ્યું છે.મહત્વનું છે કે, આ તમામ પ્રાચીન વસ્તુઓ ભારતીય ખ્યાતિ અને લોકકથાઓનો એક ભાગ છે અને આ તમામ વસ્તુઓને આક્રમણકર્તાઓ ભારત પાસેથી લઈ ગયા હતા. હાલના સમયમાં આ કીમતી ચીજવસ્તુઓ વિશ્વભરના વિવિધ સંગ્રહાલયોની શોભા વધારી રહી છે.

આ અંગે જયારે એક RTI અરજદારે વિદેશ મંત્રાલય અને વડાપ્રધાન કાર્યાલયનો સંપર્ક કર્યો ત્યારે તેની અરજીને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગને મોકલવામાં આવી હતી. ASI એ જણાવ્યું હતું કે, વિદેશોના સંગ્રહાલયમાંથી વસ્તુઓ પરત લાવવાનો પ્રયાસ તેના અધિકારક્ષેત્રમાં નથી આવતો.

ASI એ જણાવ્યું કે, તેઓ માત્ર એ પ્રાચીન વસ્તુઓને પરત મેળવવા પ્રયાસ કરે છે, જેને એન્ટીકિવટીઝ એન્ડ આર્ટ એસ્ટાબ્લિશમેન્ટ એકટ, ૧૯૭૨નું ઉલ્લંઘન કરીને ગેરકાયદે રીતે વિદેશોમાં નિકાસ કરવામાં આવ્યો હોય. માહિતી કમિશનર શ્રીધર આચાર્યુલુએ જણાવ્યું કે, આ વસ્તુઓ ભારતની ધરોહર છે અને ભારતના લોકોને આ વસ્તુઓ પરત મેળવવામાં રુચિ છે.

સરકાર આ ભાવનાઓની અવગણના કરી શકે નહીં. તેમણે કહ્યું કે, સાંસ્કૃતિક મંત્રાલયે સુપ્રીમ કોર્ટને ખાતરી આપી છે કે, તે પ્રયત્ન ચાલુ રાખશે. એવામાં આ પ્રયાસોમાં જો કોઈ પ્રગતિ થઈ હોય તો માહિતી આપવાનું તેમનું કાર્ય હતું. પણ એ જાણવા મળ્યા પછી પણ કે ASI પાસે આઝાદી પહેલાની કલાકૃતિ મેળવવાનો કાનૂની અધિકાર નથી, તો પછી PMO અને સાંસ્કૃતિક મંત્રાલય એ નિષ્કર્ષ પર પહોંચ્યા છે કે, RTIની અરજી ASIના કાર્યો સાથે સંકળાયેલી છે.

(3:54 pm IST)
  • બીટકોઈન તોડકાંડ :જીજ્ઞેશ મોરડીયા પાસેથી વધુ 30 લાખ રોકડ રિકવર કરવામાં આવ્યા :કુલ 503 બીટકોઈનને રોકડમાં ફેરવી નાખી હતી અત્યાર સુધી સીઆઇડી ક્રાઇમે 5 કરોડ રિકવર કર્યા :ત્રણેય આરોપીની પૂછપરછ ચાલુ access_time 12:36 am IST

  • અમદાવાદ : ગુજરાત રાજ્યના ડીજીપીએ મીડિયાને બ્રિફિંગ કરવા બાબતે અધિકારીઓને કર્યો આદેશ : કમીશ્નરેટ વિસ્તારમાં નાયબ પોલીસ કમિશનર અને જિલ્લામાં નાયબ પોલીસ અધિકક્ષએ જ બ્રિફિંગ કરવા જણાવ્યું: બ્રિફિંગ કરતી વખતે ખાખી વર્દી પહેરવી ફરજીયાત : આ બાબતનું પાલન નહિ કરનાર સામે પગલાં લેવાશે access_time 1:33 pm IST

  • પેટ્રોલ ડીઝલમાં સતત આઠમા દિવસે ભાવ ઘટશે:બુધવારે પેટ્રોલમાં લિટરે 9 પૈસા અને ડીઝલમાં 6 પૈસાનો ઘટાડો થવાની શકયતા :ઘટયા ભાવ સવારે છ વાગ્યાથી લાગુ થશે :નવા ભાવ મુજબ પેટ્રોલ લિટરે 76,99 રૂપિયા અને ડીઝલનો ભાવ લિટરે 73,94 રૂપિયા થશે :રાજ્ય પ્રમાણે કરવેરા અલગ થશે:છેલ્લા સાત દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે access_time 12:09 am IST