Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

ફેસબુક પર એપલ - સેમસંગ સહિત ૬૦ મોબાઇલ કંપનીઓને ડેટા શેર કરવાનો આરોપ

કેમ્બ્રિજ એનાલિટિકા ડેટા લીક મામલા પછી ફેસબુક વધુ એક કન્ઝયુમર ડેટા લીક વિવાદમાં ફસાઇ

નવી દિલ્હી તા. ૫ : કેમ્બ્રિજ એનાલિટિકા ડેટા લીક મામલા પછી ફેસબૂક વધુ એક કન્ઝયુમર ડેટા લીક વિવાદમાં ફસાઈ છે. ન્યૂયોર્ક ટાઈમ્સે તેના અહેવાલમાં દાવો કર્યો છે કે સોશિયલ મીડિયા કંપનીને એપલ, સેમસંગ અને માઈક્રોસોફટ સહિત સ્માર્ટફોન બનાવતી દુનિયાની અંદાજે ૬૦ પ્રતિષ્ઠિત કંપનીઓની સાથે પોતાના યુઝર્સ અને તેના સંબધની ખાનગી જાણકારી આપી છે.

અહેવાલ મુજબ ફેસબૂક એપના સ્માર્ટફોન પ્લેટફોર્મ પર મોટાપાયે આવે તે પહેલા ફેસબૂકે ડિવાઈસ મેકર્સની સાથે ડેટા શેરિંગ પાર્ટનરશિપ કરવાની ડીલ કરી લીધી હતી. કંપનીના એક અધિકારીએ આપેલી જાણકારી મુજબ ડિવાઈસ મેકર્સની સાથે થયેલી આ ડીલ હાલ પર ચાલુ છે. આ પાર્ટનરશિપથી ફેસબૂક ને પોતાની રીચ વધારવામાં મદદ મળી હતી. સાથે ફોન મેકર મેસેજિંગ અથવા લાઈક બટન અને એડ્રેસબુક જેવા સોશિયલ નેટવર્ક સાથે જોડાયેલ લોકપ્રિય ફીચરની ઓફર આપે છે. રિપોર્ટ અનુસાર મોબાઈલ મેકર્સની સાથે થયેલ આ ડીલ ૨૦૧૦ પહેલા કરાઈ હતી. જે કંપનીઓ સાથે ડીલ કરાઈ હતી, તેમાં બ્લેકબેરી પણ સામેલ હતા. જો કે હાલ બ્લેકબેરી માર્કેટમાં જરાય એકિટવ નથી.

ન્યૂયોર્ક ટાઈમ્સના રીપોર્ટ અનુસાર આ ડીલ અમેરિકી ફેડરલ ટ્રેડ કમીશનની સાથે ફેસબૂક તરફથી ૨૦૧૧ના પ્રાઈવેસી પ્રોટેકશન એન્ડ કોમ્પલાયેન્સ પર કરાયેલ કન્સેન્ટ ડિક્રીના સીધે સીધુ ઉલ્લંઘન દર્શાવે છે.

અત્રે નોંધનીય છે કે કેમ્બ્રિજ એનાલિટિકા ડેટા લીંક કૌભાંડ સામે આવ્યા પછી ફેસબૂક પહેલેથી જ કરોડો યૂઝર્સના ડેટા મિસયુઝ કરવાના કેસમાં મુશ્કેલીનો સામનો કરી રહી છે.

(3:53 pm IST)
  • અમરેલી: સરકારે ખરીદેલ ટેકાના ભાવની તુવેરની ચોરી: સાવરકુંડલાના બાઢડાના ગોડાઉનમાંથી અઢી લાખની તુવેરની ચોરી થઈ: ગોડાઉનના શટરના તાળા તોડીને તસ્કરો 90 ગુણી તુવેર ચોરી ગયા access_time 12:48 am IST

  • બનાસકાંઠા ;રાજસ્થાનના RTO દ્વારા હપ્તા માટે ટ્રક ડ્રાયવરને રોકી રાજસ્થાન પરિવહન વિભાગ હપ્તા માંગણી કરતો વિડીયો વાયરલ :ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર ટ્રક ડ્રાયવરો અને RTO વચ્ચે થઇ ઝપાઝપી :દારૂના નશામાં RTO વિભાગના કર્મચારીઓ ટ્રક કરી રહ્યા છે હેરાન access_time 1:22 pm IST

  • બીટકોઈન તોડકાંડ :જીજ્ઞેશ મોરડીયા પાસેથી વધુ 30 લાખ રોકડ રિકવર કરવામાં આવ્યા :કુલ 503 બીટકોઈનને રોકડમાં ફેરવી નાખી હતી અત્યાર સુધી સીઆઇડી ક્રાઇમે 5 કરોડ રિકવર કર્યા :ત્રણેય આરોપીની પૂછપરછ ચાલુ access_time 12:36 am IST