Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

ઉધ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરશે અમિત શાહ

સહયોગી પક્ષો સાથે સંબંધ સુધારવાના પ્રયાસ

મંુબઇ, તા.૫: હાલમાં દેશભરમાં થયેલી ચંુટણીમાં પોતાની સામે એકજુથ થયેલા વિપક્ષને જોઇને ભાજપ હવે પોતાના સાથીદારોને મનાવામાં લાગી છે. સંપર્ક ફોર  સમર્થન અભિયાન હેઠળ ભાજપ અધ્યક્ષ અમિતશાહએ શિવસેના અધ્યક્ષ ઉધ્ધવ ઠાકરે  સાથે તેના નિવાસ ૫૨ મુલાકાત કરશે. અમિતશાહની આ બેઠક મહત્વ એટલે  છે કારણે કે શિવસેનાએ કહ્યું છે કે તેઓ ૨૦૧૯માં થતી લોકસભા ચુંટણીમાં ભાજપ સાથે  હાથ મિલાવશે નહિ એવામા માનવામા આવી રહ્યું છે અમિત શાહઙ્ગઠાકરેને મનાવાના સંપૂર્ણ પ્રયત્નો કરશે.

આ મુલાકાતમાં બંને નેતા ૨૦૧૯ ચુંટણી પહેલા ગઠબંધનની શકયતા વિશે. ચર્ચા કરશે ઉલ્લેબનીય છે કે લાંબા સમયથી બને પક્ષો વચ્ચે ખચતાણ જોવા મળી છે.  ઉધ્ધવ ઠાકેર લોકસભા ચુંટણી એકલા લડવાની  વાત કહી છે. શિવસેના સાંસદ સંજય રાઉતે શિવસેનાને ભાજપનો સૌથી મોટો રાજનૈતીક શત્રું જણાવ્યું હતું.(૨૨.૮)

(3:46 pm IST)