Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

સસ્તાના દિવસો પૂરા, હવે વધશે કોલ અને ડેટા રેટ?

વોડાફોન - આઇડિયાના મર્જરનું આવશે આવું પરિણામઃ મર્જરથી બનનારી કંપનીને રેવન્યુમાં થશે ફાયદો

નવી દિલ્હી તા. ૫ : વોડાફોન ઈન્ડિયા અને આઈડિયા સેલ્યુલરના મર્જર બાદ બનનારી નવી કંપની પર દેવાનું દબાણ નહીં હોય. બ્રોકરેજ ફર્મ સિટી રિસર્ચનું માનવું છે કે, ટેલિકોમ સેકટરમાં કોમ્પિટિશન ઓછી થશે, જેનાથી પ્રાઈસિંગમાં વધારો થશે, રેવન્યુમાં વધારો થશે અને કેશ ફલો મજબૂત બનશે.

સિટી રિસર્ચે એક રિપોર્ટમાં જણાવ્યું કે, સબ્સક્રાઈબર્સ 4G તરફ આગળ વધવાથી ટેલિકોમ કંપનીઓની એવરેજ રેવન્યુ પર યૂઝર (ARPU) વધશે અને તેનાથી વોડાફોન અને આઈડિયાના મર્જરથી બનનારી દેશની સૌથી મોટી ટેલિકોમ કંપનીના રેવન્યુમાં વધારો થશે. જોકે, આ કંપનીને માર્કેટ શેરમાં થોડું નુકસાન થઈ શકે છે. રિપોર્ટમાં કહેવાયું છે કે, માર્કેટ શેર સામાન્ય થવાથી અને ટેલિકોમ કંપનીઓના નેટવર્કનો ઉપયોગ સારી રીતે થયા બાદ નવી કંપનીના રેવન્યુમાં વધારો થશે.

સિટી રિસર્ચનો અંદાજ છે કે, નવી કંપનીની પાસે ફાઈનાન્શિયલ યર ૨૦૨૪માં ઓછામાં ઓછો ૩૦ ટકાનો રેવન્યુ માર્કેટ શેર હશે. જોકે, મર્જર બાદ આ શેર લગભગ ૩૭ ટકા થવાની આશા છે. પરંતુ આ કંપનીનો રેવન્યુ ફાઈનાન્શિયલ યર ૨૦૧૯થી ૨૦૨૪ની વચ્ચે ૨ ટકાના CAGRથી વધી શકે છે. તે ઉપરાંત ARPU ફાઈનાન્શિયલ યર ૨૦૨૦માં ૧૦૩ રૂપિયાથી વધીને ૧૨૩ રૂપિયા થઈ જશે. ટેલિકોમ ઈન્ડસ્ટ્રીનો રેવન્યુ ફાઈનાન્શિયલ યર ૨૦૧૯માં બોટમ આઉટ થવાનો અંદાજ છે અને તે પછી તેમાં વધારો થવાનું શરૂ થશે.સિટી રિસર્ચ મુજબ, 'અમને નવી કંપની સામે કેશ ફલોની સમસ્યા આવવાની આશા નથી. આ કંપનીની પાસે હાલમાં રહેલી કેશ બે વર્ષ સુધી કેપિટલ એકસપેન્ડિચર, સ્પેકટ્રમ અને ઈન્ટરેસટની ચૂકવણી કરવા માટે પૂરતી હશે.'એનાલિસ્ટ્સનું માનવું છે કે, બ્રિટનમાં હેડકવાટર ધરાવતી વોડાફોનનો ગ્લોબલ પાર્ટનરશિપમાં સારો ટ્રેક રેકોર્ડ હોવાથી મર્જર બાદ બનનારી કંપની સારી સ્થિતિમાં હશે. આ કંપનીનું ઓપરેટિંગ માર્જિન ૧૪ ટકાના CAGRથી વધીને ફાઈનાન્શિયલ યર ૨૦૨૪ સુધી ૩૯.૪ ટકા પર પહોંચી જશે.વોડાફોન અને આઈડિયા છેલ્લા કેટલાક મહિનાથી દેવું ઓછું કરવા માટે અલગ-અલગ રસ્તે ફંડ મેળવી રહી છે. તેમાં ઈકિવટી ઈનવેસ્ટમેન્ટ, કેપ્ટિવ ટાવર્સનું વેચાણ અને કેટલાક અન્ય રસ્તા સામેલ છે. આ બંને કંપની પર માર્ચના અંતમાં કુલ ૧,૧૪,૦૦૦ કરોડ રૂપિયાનું દેવું હતું. આ બંને કંપનીઓના મર્જરને ટૂંક સમયમાં જ રેગ્યુલેટરી મંજૂરીઓ મળી શકે છે. તેના મર્જર બાદ દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની બનશે. તેની પાસે ૪૨ ટકાનો કસ્ટમર માર્કેટ શેર અને ૩૭ ટકાનો રેવન્યુ માર્કેટ શેર હશે.આઈડિયા સેલ્યુલરએ કંપનીનું નામ બદલી 'વોડાફોન આઈડિયા લિમિડેટ' કરવા અને લગભગ ૧૫,૦૦૦ કરોડ રૂપિયા એકત્ર કરવા માટે ૨૬ જૂને એકસ્ટ્રા ઓર્ડિનરી જનરલ મીટિંગ (EGM) બોલાવી છે.(૨૧.૨૯)

(3:46 pm IST)
  • અમરેલી: સરકારે ખરીદેલ ટેકાના ભાવની તુવેરની ચોરી: સાવરકુંડલાના બાઢડાના ગોડાઉનમાંથી અઢી લાખની તુવેરની ચોરી થઈ: ગોડાઉનના શટરના તાળા તોડીને તસ્કરો 90 ગુણી તુવેર ચોરી ગયા access_time 12:48 am IST

  • ઈરાને પોતાની યુરેનિયમ સંવર્ધન શ્રમતા વધારવાની દિશામાં કામ શરૂ કર્યું :ઈરાને આ માટે 2005માં વિશ્વના તાકાતવર દેશો સાથે થયેલ પરમાણુ સમજૂતી પર મંડરાતા ખતરાને મોટો જવાબદાર ગણાવ્યો છે ;ઈરાનની પરમાણુ એજન્સીના પ્રમુખે કહ્યું કે તેઓ 'નાતાંજ 'ક્ષેત્રમાં આધુનિક સેટ્રિફ્યુઝને વિકસિત કરવાવાળા માળખા પર કામ કરી રહ્યા છે access_time 1:15 am IST

  • ટેકનીકલ કારણોસર અમદાવાદ, ભાવનગર, સુરત ફલાઈટ એક સપ્તાહથી બંધ : ટેકનીકલ કારણોસર અમદાવાદ, ભાવનગર, સુરત વચ્ચેની ફલાઈટ એક અઠવાડીયાથી બંધ છે. એર ઓડીસા દ્વારા ફલાઈટ પુનઃ શરૃ કરવામા આવે તે માટે ભાવનગર ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે. આ ફલાઈટમાં ભાવનગરથી સુરતનું વિમાની ભાડુ ૨૦૦૦ રૂ. રાખવામાં આવેલ પરંતુ હવે આ ભાડુ વધારીને ૩૦૦૦ કરવામાં આવ્યુ છે access_time 4:52 pm IST