Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

મુંબઇ તા. ૬ થી ૧૨ દરમ્યાન ભયાનક વરસાદ પડશે

૨૬ જુલાઇ ૨૦૦૫ કરતા પણ વધુ પડશેઃ એ દિવસે ૨૮ કલાકમાં ૩૬ ઇંચ વરસાદ નોંધાયો હતો

નવીદિલહી : મુંબઇમાં છેલ્લા બે દિવસથી પ્રી-મોન્સુન વરસાદ તરબોળ કરી રહયો છેઃ હવાઇ રેલ્વે સેવાને અસર પડી છઃ સ્કાયમેટ વેધરના જણાવ્યા પ્રમાણે ''પિકચર અભી બાકી હૈ'': ચેતવણી આપતા જણાવ્યું છે કે, મુંબઇમાં તા. ૬ થી ૧૨ દરમ્યાન દે ધનાધન વરસાદ પડશેઃ જે ૨૬-૭-૨૦૦૫ કરતા પણ સ્થિતિ ખરાબ થશે તે વખતે ૨૪ કલાક માં ૯૦૦ મીમી (૩૬ ઇંચ) વરસાદ પડયો હતોઃ ૮મી જુન સુધીમાં વરસાદની તીર્વતા વધશે અને તે પછી તે વધતી જ રહેશેઃ ભારે વરસાદથી શહેર જળબંબાકાર થઇ જશેઃ દક્ષિણ કોંકણ અને ગોવા રીજીયનમાંઉભું થયેલું સાયકલોનિક સરકયુલેશન ઉભું થયું છે જેની અસર જોવા મળશે.

(3:27 pm IST)