Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

શુક્રવારથી મુંબઈમાં ત્રણ દિવસ ભારે વરસાદની ચેતવણી

મુંબઇ સિવાય મરાઠાવાડા, હિંગોલી, બીડ જેવા વિસ્તારોમાં પણ સારો વરસાદ પડશે.

નવી દિલ્હી: ખાનગી વેધર સંસ્થા સ્કાયમેટએ આગાહી કરી છે કે શુક્રવારથી મુંબઇમાં અતિભારે વરસાદ પડશે અને લોકોને ચેતવણી આપી છે કે, જરૂર વગર ઘરની બહાર નીકળવું નહીં.

સ્કાયમેટની આ આગાહીએ 2005માં મુંબઇમાં આવેલા અતિભારે વરસાદની યાદ તાજી કરાવી છે.

સ્કાયમેટના વાઇસ-પ્રેસિડેન્ટે કહ્યું કે, શુક્રવાર પછી મુંબઇમાં અતિભારે વરસાદ આવશે. આ અતિભારે વરસાદને લીધે સામાન્ય જન-જીવનને અસર થશે. અમે એવું નથી કહેતા કે, 2005માં જે સ્થિતિ થઇ હતી તેનું પુનર્વર્તન થશે પણ જો સાવચેતી રાખવામાં આવશે તો ઘણી સમસ્યાઓથી બચી શકાશે.

   શાંતાક્રુઝમાં આવેલી હવામાનની ઓવર્ઝવેટરીમાં છેલ્લા 24 કલાકમાં 52એમએમ વરસાદ નોંધાયો છે. આ વરસાદની માત્ર વધશે.

સ્કાયમેટે આગાહી કરી છે કે, મુંબઇ સિવાય મરાઠાવાડા, હિંગોલી, બીડ જેવા વિસ્તારોમાં પણ સારો વરસાદ પડશે.

(2:35 pm IST)
  • ઓપરેશન બ્લુસ્ટારની વરસીએ સુરક્ષા વધારાઈ :પોલીસકર્મીની રાજા કેન્સલ :મંદિર પરિસર આસપાસ 3200 પોલીસ જવાનો તૈનાત :શહેરના પ્રવેશ માર્ગો પર મોટો પોલીસ કાફલો ખડકી દેવાયો :એરપોર્ટ, રેલવે સ્ટેશન અને શહેરમાં આવતા તમામ માર્ગોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો ;વાહનોનું ચેકીંગ access_time 12:29 am IST

  • ગ્વાટેમાલામાં જવાળામુખીએ ૬૫નો ભોગ લીધો : હજુ વધુ મૃતદેહો દટાયા હોવાની આશંકાઃ ૩ દિવસનો રાષ્ટ્રીય શોક : મધ્ય અમેરીકાના દેશ ગ્વાટેમાલામાં રવિવારે ફયુગો જવાળામુખીમાં ૧૦૦ વર્ષો બાદ ભયંકર બ્લાસ્ટ થયેલ : અનેક લોકો હજુ પણ ગૂમ છે. ગૂમ થયેલા લોકોની સંખ્યા કેટલી છે તે વિશે કોઇ માહિતી નથીઃ કુલ ૧૭ લાખ લોકો પ્રભાવીત access_time 3:51 pm IST

  • ઈરાને પોતાની યુરેનિયમ સંવર્ધન શ્રમતા વધારવાની દિશામાં કામ શરૂ કર્યું :ઈરાને આ માટે 2005માં વિશ્વના તાકાતવર દેશો સાથે થયેલ પરમાણુ સમજૂતી પર મંડરાતા ખતરાને મોટો જવાબદાર ગણાવ્યો છે ;ઈરાનની પરમાણુ એજન્સીના પ્રમુખે કહ્યું કે તેઓ 'નાતાંજ 'ક્ષેત્રમાં આધુનિક સેટ્રિફ્યુઝને વિકસિત કરવાવાળા માળખા પર કામ કરી રહ્યા છે access_time 1:15 am IST