Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

બિટકોઇન કૌભાંડ મામલે બોલીવુડની અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાને ઇડીનું સમન્સ

બિટકોઇન કૌભાંડ મામલે બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીનાં પતિ રાજ કુન્દ્રાને  ED (એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)એ સમન્સ મોકલ્યું છે મળતી વિગત મુજબ રાજ કુન્દ્રાની મુંબઇની EDની ઓફિસમાં પૂછપરછ થઇ રહી છે. થોડા દિવસ પહેલાં જ આ મામલે મુખ્ય આરોપી અમિત ભારદ્વાજની પુણેથી ધરપકડ થઇ ગઇ છે.


  મળતી માહિતી મુજબ પુણે પોલીસનાં શંકજામાં આવેલા આરોપી અમિત ભારદ્વાજે પૂછપરછમાં રાજ કુન્દ્રાનું નામ લીધુ હતું. તપાસમાં માલૂમ થયુ છે કે, ઘણાં ફિલ્મ સ્ટાર્સ બિટકોઇન દ્વારા પૈસા કમાઇ રહ્યાં હતાં. અમિત ભારદ્વાજ આ સ્ટાર્સનાં રૂપિયા બિટકોઇનમાં લગાવતો હતો. આ કૌભાંડની રમક બે હજાર કરોડ રૂપિયા હોવાનું અનુમાન છે.

 

(3:45 pm IST)