Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

વડાપ્રધાન આવાસ યોજના સપના સાકાર કરવાની યોજનાઃ નરેન્દ્રભાઇ

વડાપ્રધાન આવાસ યોજનાઓના લાભાર્થીઓ સાથે મોદીનો '' નમો એપ'' દ્વારા સંવાદ : ચાર વર્ષોમાં ૧.૦૭ કરોડ ઘરોનું નિર્માણ : ૨૦૨૨ સુધીમાં દરેક ગરીબને ઘરનું ઘર

નવી દિલ્હીઃ તા.૫,નરેન્દ્રભાઇએ 'નમો એપ' દ્વારા વડાપ્રધાન આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે વાતચિત કરી હતી. આ સંવાદ દરમિયાન નરેન્દ્રભાઇએ જણાવેલ કે સરકારનો સંકલ્પ છે કે ૨૦૨૨ સુધીમાં દરેક ગરીબ પાસે પાકકુ મકાન હોય. ગત ચાર વર્ષોમાં ૧.૦૭ કરોડ ઘરોનું નિર્માણ કરવામાં આવ્યું છે બધાનું સપનું હોય છે કે પોતાનું ઘર હોય. આઝાદીના કેટલાય વર્ષો બાદ પણ ગરીબોની ઇચ્છા અધુરી હતી.

 તેમણે વધુમાં જણાવેલ કે આવાસ યોજના સપનાઓ સાચા કરવા માટે શરૂ કરવામાં આવી છે આ અંગે મહિલાઓ દિવ્યાંગ ભાઇઓ-બહેનો, એસસી, એસટી, ઓબીસી અને  લધુમતી સમુદાય આ યોજનામાં લાભ લ્યે તેની ઉપર અમારૂ ધ્યાન કેન્દ્રિત છે.

 સરકારી યોજનામાં સીધા સંપર્કથી ઘણાં ફાયદાઓ છે. અમે લોકોને વચેટીયા તથા કરટશન વગર લોકો કોઇપણ મુશ્કેલી વગર સીધુ  પોતાનું ઘર પોતાનું ઘર વસાવી શકે તે ઉપર કામ કરી રહયા છીએ. આ યોજનાથી રોજગારી પણ ઉભી થઇ છે. સાથો સાથ સ્કીલ ડેવલોપમેન્ટ ઉપર પણ ધ્યાન દઇ રહયા છીએ જેથી ઝડપથી અને સારી ગુણવત્તાના ઘર બાંધી શકાય આ યોજના ફકત ઇંટ અને પત્થરની નથી પણ સારૂ જીવન ધોરણ અને સપના સાકાર કરવાની છે. નાના શહેરો તથા ગામડાઓમાં ગરીબોને પોસાય તેવા ઘર ગૃહનિર્માણ ક્ષેત્રની નવીનતમ ટેકનોલોજી બનાવવા સક્ષમ છે.

(12:34 pm IST)