Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

વિડીયો વાયરલ

કેરળમાં લોકો હવે ઘરની પાછળના વરંડામાં મૃતદેહને અગ્નિદાહ આપવા લાગ્યા છે

૯ મિનિટનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં ગેસ સીલીન્ડરની મદદથી લોકો પોતાના ઘરમાં જ ઘરની પાછળ આવેલા વરંડામાં મૃતદેહોને અગ્નિદાહ આપવા લાગ્યા છે. કોરોનાથી થતા મૃત્યુમાં મોટો વધારો થતા નવા નવા ઉપાયો લોકો હાથ ધરવા લાગ્યા છે. ખ્રીસ્તી લોકો પણ હવે કોવિડથી મૃત્યુ પામનારાઓને દફન કરવા જગ્યા નહિં મળતા મૃતદેહોને અગ્નિદાહ આપવાનું પસંદ કરી રહ્યાનું સોશ્યલ મીડિયા ઉપરના બીનસત્તાવાર હેવાલોમાં જણાવાઈ રહ્યુ છે. બીનસત્તાવાર કોવિડ દર્દીઓના આંકડા ખૂબ મોટા હોવાનું ચર્ચાય છે.

(3:56 pm IST)