Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

શપથવિધી પૂરી થતા જ સામસામે આવ્યા રાજયપાલ અને મમતાઃ એકબીજાને જબરી સંભળાવી

શપથ લીધા બાદ મમતા અને રાજયપાલ વચ્ચે વિવાદઃ મમતા બેનર્જીએ રાજયપાલને સંભળાવીઃ શપથ લીધાના થોડા સમય બાદ જ બની આ ઘટના

કોલકતા, તા.૫: શપથ લીધા બાદ રાજભવનમાં એક વાર ફરી તીખો અંદાજ નજર આવ્યો હતો.   મમતા બેનર્જીએ જયાં સરકાર બન્યા બાદ કોવિડને પ્રાથમિકતા બતાવી હતી તો બંગાળમાં થયેલી હિંસાને લઇને રાજયપાલ જગદીપ ધનખડે હિંસા વ્યકત કરી હતી. તે બાદ મમતાએ તરત જ રાજયપાલને જવાબ આપ્યો હતો.

આવું ઘણુ ઓછુ જોવા મળે છે તે રાજયપાલ અને મુખ્યમંત્રી શપથગ્રહણના તરત બાદ જ વાદવિવાદમાં ફસાઇ જાય. શપથગ્રહણ બાદ બંનેએ એકબીજાને શું કહ્યું જુઓ.

શપથ લીધા બાદ મમતા બેનર્જીએ મીડિયાને સંબોધીત કરી હતી અને મમતા બેનર્જીએ કહ્યું, અમારી પહેલી પ્રાથમિકતા કોરોના સંકટમાં કાબૂમાં લાવવાની છે. તે મામલે બપોરે ૧૨.૩૦ વાગે બેઠક બોલાવી છે જે બાદ ત્રણ વાગે પ્રેસ કોન્ફરન્સ કરશે. મમતા બેનર્જીએ કહ્યું કે બીજો મોટો પ્રોબ્લેમ છે કે તે દરેક રાજનૈતિક દળોને અપીલ છે કે શાંતિ બનાવી રાખો.

રાજયપાલે મમતાને ત્રીજી વાર મુખ્યમંત્રી બનવા પર વધાઇ આપી હતી અને તેણે કહ્યું કે સરકાર સંવિધાન અને કાયદાના હિસાબે ચાલશે. ભારત એક શાનદાર લોકતંત્ર છે જયાં સરકાર કાનૂનના હિસાબે ચાલે છે. અમે આ સમયથી ઝઝૂમી રહ્યા છીએ અને મને રિપોર્ટ્સ મળે છે કે લોકો બંગાળને લઇને ચિંતીત છે. મેં મુખ્યમંત્રીને આ વિશે જાણ કરી છે અને ચૂંટણી બાદ જે હિંસા શરૂ થઇ છે તે લોકતંત્ર માટે ખતરો છે.

રાજયપાલે કહ્યું કે, મને આશા છે કે મુખ્યમંત્રી તરત જ રાજયમાં કાયદાનું રાજ લાગૂ કરશે, મુખ્ય રીતે મહિલાઓ અને બાળકોને નુકસાન પહોંચ્યુ છે અને તેમની મદદ કરવામાં આવે છે. હું નવી સરકાર પાસેથી આશા રાખુ છુ કે તે સંદ્યીય ઢાંચાની રિસ્પેકટ કરશે અને મારી નાની બહેન મમતા બેનર્જી આ મુદ્દે એકશન લેશે કારણકે ત્રીજી વાર મુખ્યમંત્રી બનવુ આસાન નથી હોતું.  સામાન્ય રીતે એવુ થતુ હોય છે કે સૌથી મોટા પદે રહેલ કોઇ નિવેદન આપે ત્યારે કોઇ સંબોધન હોતુ નથી પરંતુ મમતાએ રાજયપાલની વાતનો જવાબ આપ્યો હતો. મમતાએ કહ્યું કે મે આજે જ શપથ લીધા છે અને ત્રણ મહિનાથી રાજયની સંપૂર્ણ વાતો ચૂંટણી આયોગના હાથમાં હતા. ચૂંટણી આયોગે આ દરમિયાન દ્યણા ઓફિસર્સની બદલી કરાવી દીધી હતી. નિયુકિત પણ કરી પરંતુ લોકોએ કોઇ કામ કર્યુ નથી.

(3:54 pm IST)
  • અત્યારે સવારે ૧૦ વાગે શક્તિકાન્ત દાસ શું જાહેરાત કરશે ? સહુની નજર રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાન્ત દાસ અત્યારે સવારે ૧૦ વાગે દેશ સમક્ષ કોઈ મહત્વની વાત કરશે તેમ ન્યુ ફર્સ્ટનો અહેવાલ જણાવે છે. access_time 9:21 am IST

  • રાજકોટમાં સતત બીજા દિવસે પવનના જોર વચ્ચે ગરમીમાં આંશિક ઘટાડો : રાજકોટ શહેરમાં બપોરે ૪૦.૪ ડીગ્રીઃ ૧૪ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાય છેઃ સાંજ સુધીમાં ૪૧ ડીગ્રી આસપાસ તાપમાન નોંધાય તેવી સંભાવના access_time 3:47 pm IST

  • કોરોનાને કારણે પત્રકાર વિનોદ ગજ્જરનો જીવન દીપ બુજાયો પાટણ એબીપી ન્યૂઝ ચેનલના પત્રકાર શ્રી વિનોદભાઈ ગજ્જરનું કોરોનાને કારણે અવસાન થયું છે. ઘેરા શોકની લાગણી પ્રસરી છે access_time 9:35 pm IST