Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

દેશના ૮૦ કરોડ ગરીબોને મે અને જુનમાં મળશે વિનામૂલ્યે રાશન

મોદી કેબીનેટે લીધો નિર્ણયઃ પ્રતિ વ્યકિતને પ કિલો વિનામૂલ્યે મળશે અનાજ

નવી દિલ્હી તા.પ : કોરોનાની બીજી લહેર કહેરનો સામનો કરી રહેલા દેશના ગરીબોને કેન્દ્ર સરકારે મોટી રાહત આપી છે. સરકારે દેશના ૮૦ કરોડ ગરીબોને મે અને જુન મહિનામાં પ્રતિ વ્યકિત પાંચ કિલો રાશન વિના મૂલ્યે આપવાનું એલાન કર્યુ છે.

આજે યોજાયેલી કેન્દ્રીય કેબીનેટે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ ૭૯.૮૮ કરોડ ગરીબોને આ સુવિધા આપવાનો નિર્ણય લીધો છે. રાજયોને આ સ્કીમ હેઠળ કેટલા ઘઉં અને કેટલા ચોખા ફાળવવા તે અંગે ખાદ્ય વિતરણ વિભાગ તરફથી નિર્ણય લેવાશે. એક અનુમાન અનુસાર મે અને જુનમાં કેન્દ્ર તરફથી દેશભરમાં ૮૦ લાખ મેટ્રીકટન રાશનનું વિતરણ થઇ શકે છે.

(3:02 pm IST)