Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

ICMR દ્વારા નવી એડવાઇઝરી જારી

એક વખત કોરોના પોઝિટિવ આવ્યા બાદ ફરીથી RT-PCR ટેસ્ટ કરાવવાની જરૂર નથી

નવી દિલ્હી તા. ૫ : ICMRએ નવી એડવાઇઝરી જારી કરી છે અને કહ્યું છે કે જે લોકોના રેપિડ એન્ટીજન ટેસ્ટ કે RT-PCR ટેસ્ટ પોઝિટિવ આવ્યા હોય તેમણે ફરીથી RAT કે RT-PCR કરાવવાની જરૂર નથી.

દેશમાં કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે. આ દરમિયાન રોજ મોટી સંખ્યામાં નવા કેસ સામે આવી રહ્યા છે. એવામાં દેશમાં કોરોના વેકસીન અને તપાસ ને લઈ અભિયાન ચાલી રહ્યું છે. આ દરમિયાન ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ કોરોના તપાસને લઈ નવી એડવાઇઝરી બહાર પાડી છે. તેમાં લેબોરેટરીના ભારણને ઓછો કરવા માટે આરટી-પીસીઆર તપાસ (RT-PCR Test)ને શકય એટલી ઓછી કરવા અને રેપિડ એન્ટિજન ટેસ્ટ ને વધારવાની વાત કહેવામાં આવી છે.

ICMRનું કહેવું છે કે દેશમાં કોરોના વાયરસ સંક્રમણની બીજી લહેર દરમિયાન તપાસ કરનારી લેબોરેટરીઓ ખૂબ દબાણમાં કામ કરી રહી છે. એવામાં વધતા કોરોના કેસોને જોતાં તપાસના લક્ષ્યને પૂરો કરવામાં મુશ્કેલી ઊભી થઈ રહી છે. કારણ કે લેબોરેટરીઓનો પણ કેટલોક સ્ટાફ સંક્રમિત થાય છે.

આઇસીએમઆરએ પોતાની નવી એડવાઇઝરીમાં કહ્યું છે કે રેપિડ એન્ટીજન ટેસ્ટને કોરોના ટેસ્ટ માટે જૂન ૨૦૨૦માં અપનાવ્યું હતું. હાલના સમયમાં આ કન્ટેનમેન્ટ ઝોન અને કેટલાક હેલ્થ સેન્ટર ઉપર જ સીમિત છે. આ ટેસ્ટનો ફાયદો એ છે કે તેનાથી ૧૫થી ૨૦ મિનિટમાં જ કોરોના વિશે જાણી શકાય છે. એવામાં દર્દીને જલ્દી સાજા થવામાં પણ મદદ મળે છે.

  • આઇસીએમાઆર પ્રમુખની ભલામણો

૧. જે લોકોને એક વાર આરટી-પીસીઆર કે રેપિડ એન્ટીજન ટેસ્ટ (RAT)ની તપાસમાં સંક્રમણ હોવાનું સામે આવ્યું હતું, તેમણે બીજી વાર આરટીપીસીઆર ટેસ્ટ ન કરાવવો જોઈએ.

૨. હોસ્પિટલોમાં કોરોના સંક્રમણથી મુકત થયા બાદ રજાના સમયે દર્દીઓના ટેસ્ટ કરાવવાની જરૂર નથી.

૩. લેબોરેટરીઓ પર દબાણ ઓછું કરવા માટે આંતરરાજય પ્રવાસ કરનારા સ્વસ્થ લોકોના આરટી-પીસીઆર ટેસ્ટની અનિવાર્યતાને પૂરી રીતે હટાવવી જોઈએ.

૪. ફલૂ કે કોવિડ-૧૯ના લક્ષણવાળા લોકોને બિનજરૂરી મુસાફરી અને આંતરરાજય પ્રવાસ કરવાથી બચવું જોઈએ. તેનાથી સંક્રમણનો પ્રસાર ઓછો થશે.

૫. કોરોનાના તમામ લક્ષણ વગરના લોકોને પ્રવાસ દરમિયાન કોવિડ ગાઇડલાઇન્સનું પાલન કરવું પડશે.

૬. રાજયોને આરટી-પીસીઆર ટેસ્ટને મોબાઇલ સિસ્ટમના માધ્યમથી કરાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.

  • રેપિડ ટેસ્ટ સંબંધિત ભલામણો...

રેપિડ એન્ટીજન ટેસ્ટને તમામ સરકારી અને ખાનગી હેલ્થકેર ફેસિલિટીમાં અનિવાર્ય કરવા જોઈએ.

શહેરો, કસ્બા, ગામોમાં લોકોની મોટાપાયે તપાસ કરવા માટે RAT બૂથ ઊભા કરવા જોઈએ.

શહેરો, ગામોમાં આ RAT બૂથ અનેક સ્થળો પર ઊભા કરવા જોઈએ. તેમાં સ્કૂલ-કોલેજ, કોમ્યુનિટી સેન્ટર, ખાલી સ્થળો સામેલ હોય.

આ બૂથ ૨૪ કલાક અને સાતેય દિવસ કામ કરે.

સ્થાનિક પ્રશાસન પોતાના સ્તર પર ડ્રાઇવ થ્રૂ બૂથ પણ શરૂ કરી શકે છે

(11:20 am IST)
  • ગયા એક અઠવાડીયામાં વિશ્વમાં નોધાયેલા નવા કોરોના કેસમાંથી ૪૬% કેસો ભારતમાં નોધાયાનું ડબલ્યુએચઓએ જાહેર કર્યુ છે access_time 6:35 pm IST

  • આજે પોરબંદરમાં 37 મૃતદેહને ને અગ્નિદાહ આપવામાં આવ્યો જેમાં પાંચ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે : પોરબંદરમાં સ્મશાન ગૃહ ખાતે પોલીસ બંદોબસ્ત મુકવાની જરૂર છે access_time 10:38 pm IST

  • મહારાષ્ટ્રમાં કોરોના ધીમે ધીમે શાંત પડી ગયો છે, ૨૪ કલાકમાં નવા ૫૧ હજાર કેસ નોંધાયા કર્ણાટકમાં મોટો વિસ્ફોટ ૪૪ હજાર નવા કેસ: કેરળમાં ૩૭ હજાર: યુપીમાં ૨૫ હજાર: તામિલનાડુમાં ૨૧ હજાર: બેંગ્લોર ૨૦ હજાર: આંધ્ર ૨૦ હજાર: દિલ્હી ૨૦ હજાર: પશ્ચિમ બંગાળ ૧૭ હજાર: રાજસ્થાન ૧૬ હજાર: છત્તીસગઢ ૧૫ હજાર: બિહાર ૧૪ હજાર: હરિયાણા ૧૪ હજાર: ગુજરાત ૧૩ હજાર: અને મધ્યપ્રદેશમાં ૧૨ હજારથી વધુ નવા કોરોના કેસ નોંધાયા: મહારાષ્ટ્રના પૂણેમાં ૮ હજાર: મુંબઈમાં ૨૫૦૦, જ્યારે અમદાવાદમાં ૪૬૯૩, સુરત ૧૨૧૪, રાજકોટ ૫૯૩ અને વડોદરા ૫૬૩ નવા કેસ સવાર સુધીમાં નોંધાયા છે access_time 10:51 am IST