Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

દેશમાં લગભગ ૬.૯ લાખ એવા દર્દી જેમને પડી શકે છે ઓકિસજનની જરૂર

બધાને એક સાથે ઓકિસજન બેડની જરૂર નથી હોતી

નવી દિલ્હી,તા.૫: કોરોનાની બીજી લહેરમાં  અનેક દેશોમાં ઓકિસજનની અછત વર્તાઈ રહી છે. ત્યારે એક ઓકિસજન બેડ માટે સોશિયલ મીડિયા પર એસઓએસ મેસેજનુ પુર જોવા મળી શકે છે. કેન્દ્ર સરકાર ઓકિસજન પ્રોડકશન અને ડિસ્ટ્રીબ્યૂશનને લઈને ઝડપથી કામ કરી રહી છે. ઓકિસજનની સપ્લાયને લઈને કેન્દ્ર દ્વારા તૈયાર કરવામાં આવેલા પ્લાન પર આધારિત આકલન મુજબ આ સમયે સમગ્ર દેશમાં લગભગ ૬.૯ લાખ એવા દર્દી છે. જેમને ઓકિસજનની જરુર પડી શકે છે.

એકસપર્ટનું કહેવું છે કે એવું નથી કે તમામને એક જ સમયે ઓકિસજનની જરુર પડી શકે છે. પરંતુ આગળની તૈયારી વધારે કેસોને ધ્યાનમાં રાખીને કરવાની રહેશે. આ સમયે કેન્દ્ર અને રાજય બન્નેમાં વધારે મામલાને લઈને પ્લાન તૈયાર કરી રહ્યા છે.  પરંતુ ગત ૧૫ દિવસો દરમિયાન સપ્લાયને લઈને રાજયો તરફથી મોટા ભાગે ફરિયાદ સાંભળવા મળી છે.

કેન્દ્ર મુજબ ઓકિસજન સપ્લાયનો પ્લાન ૩ કેટેગરીમાં વિભાજિત છે. આ કેટેગરીમાં પહેલા નંબર પર ૮૦ ટકા માઈલ્ડ કેસોનું છે જેમને ઓકિસજન બીજા નંબર પર આવે છે ૧૭ ટકા મોડરેટ કેસ જેમને સારવાર દરમિયાન ઓકિસજનની જરુર પડે છે. ૩ ટકા ગંભીર મામલામાં વેન્ટિલેટરની જરુર  હોય છે.

ગત  ૩ મે સુધી દેશમાં કોરોનાના કુલ એકિટવ કેસ ૩૪.૪ લાખથી વધારે હતા. તેવાાં કેન્દ્રના ફોર્મ્યુલાના હિસાબે જોઈએ તો લગભગ ૨૦ ટકા એવા મામલા છે કે જેમાં ઓકિસજનની જરુર પડી શકે છે. કેન્દ્રનુ કહેવું છે કે રાજયોમાં વધારે એકિટવ કેસ મુજબ ઓકિસજન સપ્લાય નક્કી કરવામાં આવ્યો છે. આ સમયે પુરા દેશમાં કુલ ૮૪૬૨ મેટ્રિક ટન મેડિકલ ઓકિસજન સ્પાલયની જરુર છે.

ઉલ્લેખનીય છે કે દિલ્હી હાઈકોર્ટમાં મંગળવારે કેન્દ્ર સરકારને ફટકાર લગાવી છે. કોર્ટે કહ્યુ દેશમાં જે સ્થિતિ છે તેને જોતા તમે અંધ હોઈ શકો છો. અમે નહીં અમે લોકોને મરતા ન જોઈ શકીએ, દિલ્હી હાઈકોર્ટે કહ્યુ કેન્દ્રએ તો આંખે પાટો બાંધ્યો છે અમે એવું ન કરી શકીએ.

(10:00 am IST)