Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

પેટ્રોલ - ડીઝલના ભાવમાં આજે સતત બીજા દિવસે વધારો

ઓઇલ માર્કેટીંગ કંપનીઓએ આજે પેટ્રોલને ૧૯ પૈસા અને ડીઝલમાં ૨૧ પૈસા પ્રતિ લીટર મોંઘુ કર્યું

નવી દિલ્હી તા. ૫ : દેશમાં એક તરફ કોરોનાવાયરસથી હાહાકાર મચી જવા પામ્યો છે. લોકોનાં જીવન ખરાબ રીતે પ્રભાવિત થઇ રહ્યા છે. ત્યારે બીજી તરફ લોકોને મોંઘવારીનો સાપ ફરી એકવાર હેરાન કરવાની તૈયારી કરી બેઠો છે. જી હા, હાલમાં સામાન્ય લોકોને પેટ્રોલ અને ડીઝલની મોંઘવારીથી રાહત મળે તેમ લાગતું નથી.

ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સતત બીજા દિવસે પેટ્રોલ અને ડીઝલને મોંઘુ કરી દીધું છે. જણાવી દઈએ કે, મંગળવારે ૪ મે, ૧૮ દિવસ પછી, પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થયો હતો. સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ આજે   પેટ્રોલને ૧૯ પૈસા અને ડીઝલમાં ૨૧ પૈસા પ્રતિ લીટર મોંઘું કર્યું છે. બુધવારે (૫ મે) દિલ્હી, કોલકાતા, મુંબઇ અને ચેન્નાઈમાં પેટ્રોલનાં ભાવમાં અનુક્રમે ૧૯ પૈસા, ૧૬ પૈસા, ૧૭ પૈસા અને ૧૫ પૈસાનો વધારો થયો છે. બીજી બાજુ ડીઝલ અનુક્રમે ૨૧ પૈસા, ૨૦ પૈસા, ૨૧ પૈસા અને ૧૯ પૈસા મોંઘુ થઈ ગયું છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર, બુધવારે (૫ મે, ૨૦૨૧), દિલ્હી, કોલકાતા, મુંબઇ અને ચેન્નઇમાં ગ્રાહકોએ પેટ્રોલ માટે અનુક્રમે ૯૦.૭૪ રૂપિયા, ૯૦.૯૨ રૂપિયા, ૯૭.૧૨ અને ૯૨.૭૦ રૂપિયા ચૂકવવા પડશે. બીજી તરફ, દિલ્હી, કોલકાતા, મુંબઇ અને ચેન્નાઈમાં ડીઝલને અનુક્રમે રૂ. ૮૧.૧૨, ૮૩.૯૮, ૮૮.૧૯ અને રૂ. ૮૬.૦૯ ચૂકવવા પડે છે.

(10:01 am IST)