Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

મહારાષ્ટ્રમાં વીજળી પડતાં મહિલા-બાળકી સહિત ૧૧ જણાનાં મોત

મહારાષ્ટ્રમાં કોરોના સાથે કુદરતનો પણ માર : વિવિધ સ્થળે વરસાદ સાથે વીજળી પડતાં લોકો પર આફત

મુંબઇ, તા. : મહારાષ્ટ્રમાં  વિવિધ સ્થળે સાથે વીજળી ત્રાટકતા ૧૧ જણને કાળ ભરખી ગયો હતો. મૃતકમાં મહિલા , બાળકીને સમાવેશ છે.

સાતારાના ખંડાલા તાલુકામાં કવઠે ગામ પાસે બે ખેડૂત શશિકાંત (..૩૫), ખાશાબા જાધવ (..૬૦) ઝૂંપડીમાં બેસીને જમતા હતા. ત્યારે ઝૂંપડી પર વીજળી પડી હતી. જેના લીધે ગંભીરપણે દાઝી જતા બંનેના મોત થયા હતા.

બીડના નેકનૂરમાં રાધાબાઇ ખેતરમાં કામ કરતી હતી. વરસાદ પડતા તે સાસૂ સાથે ઘરે જઇ રહી હતી. તે સમયે વીજળી પડતા આઠ મહિનાની સગર્ભો રાધાબાઇનું જગ્યા પર મોત નિપજ્યુ હતુ. જયારે તેની સાસુ જખમી થઇ હતી. ઉપરાંત કેજ તાલુકામાં ખેતરમાં કામ કરતી ગીતાબાઇ (..૪૫) પર વીજળી ત્રાટકતા તેણે જીવ ગુમાવ્યો હતોબુલઢાણામાં ખેતરમાં ગયેલા અનંત બોડકે (..૩૨) પણ વીજળી પડતા મૃત્યુ પામ્યો હતો. પરભણીમાં આવી ઘટનામાં ૧૧ અને ૧૪ વર્ષીય બાળકી તથા ગંગાધર હોરગુળે (..૫૫) મોતના મુખમાં ધકેલાયા ગયા હતા.

પુણેના ભોરમાં ઘરથી થોડીદૂર રમવા ગયેલી સીમા (..૧૧) અને  નવ વર્ષીય અનિતાનુ વરસાદ સાથે વીજળી પડતા મોત થયુ હતુ. જયારે નવ  વર્ષીય ચાંદની જખમી થઇ હતી. જળગાંવમાં પણ એક જણનું મોત થયુ હતુ. સાંગલીમાં વીજળીનો તાર  પતરા પર પડતા મોત થયુ બકરી મૃત્યુ પામી હતી.

(7:26 pm IST)