Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

મોદી સરકાર સમયસર ચેતી ગઈ હોત તો આ દશા ન આવત : પૂરતી રસીનું નિર્માણ કરવાને બદલે ' સબ સલામત ' ના સ્વપ્નમાં રાચતા રહ્યા : છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ સાડાત્રણ લાખથી વધુ નવા કેસ ભારતમાં આવી રહ્યા છે : આરબીઆઇના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન

વોશિંગટન : રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને આજરોજ જણાવ્યું હતું કે ભારતમાં કોરોના સુનામી માટે નેતૃત્વમાં દૂરંદેશીનો અભાવ જવાબદાર છે.

પ્રથમ લહેર પછી, ભારતમાં ખુશમિજાજની સ્થિતિનું નિર્માણ થયું.
ભારતને લાગ્યું કે ખરાબ તબક્કો પસાર થઈ ગયો છે અને હવે બધું ખોલવાનો સમય આવી ગયો છે .

સરકારે  લોકો માટે પૂરતી રસી બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું ન હતું
જો મોદી સરકાર પોતાનો સમય આ કાર્ય માટે ફાળવી શકી હોત તો આ ગંભીર પરિસ્થિતિ નિવારી શકાઈ  હોત .

 છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ સાડાત્રણ  લાખથી વધુ નવા કેસ ભારતમાં આવી રહ્યા છે . તેના સંક્રમણને રોકવા માટે સરકાર પર કડક લોકડાઉન લાદવાનું દબાણ છે, પરંતુ સરકારે હજી સુધી તેનો ઇનકાર કર્યો છે.તેવું એન.ટી.દ્વારા જાણવા મળે છે.

(6:09 pm IST)