Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

વિમાન ટેક ઓફથી લઇને લેન્ડીંગ દરમિયાન ઓછામાં ઓછી ૯ પ્રકારના અલગ લાઇટ્સનો ઉપયોગઃ કેવા પ્રકારના સંકેત આપે છે ? તેની માહિતી

અમદાવાદઃ અવારનવાર લોકોના મનમાં સવાલ થાય છે કે હવાઈ જહાજમાં આટલા પ્રકારની લાઈટ કેમ લાગેલી હોય છે. હવાઈ  જહાજને તો બધા સિગ્નલ કંટ્રોલ રૂમમાંથી મળતી રહે છે. તેમ છતાં પણ અલગ-અલગ કામના સંકેત માટે અલગ  લાઈટ્સની જરૂર રહે છે, તેમાં કેટલીક લાઈટ હવાઈ-જહાજના ઉડાન ભરતા સમયે જરૂરી હોય છે તો કેટલીક તેના લેન્ડિંગ  દરમિયાન.

આ લાઈટ્સનો શું અર્થ છે અને તે કેવી રીતે કામ કરે છે:

1. ટેક્સી લાઈટ:

આ તે લાઈટ છે. જે હવાઈ જહાજના ટેક્સી મોડ એટલે જમીન પર દોડતા ઉપયોગમાં આવે છે. 150  વોલ્ટ્સની આ લાઈટ્સ હવાઈ જહાજને રન વે જોવામાં મદદ કરે છે. જ્યારે ફ્લાઈટને ટેક્સી ક્લિયરન્સ મળી જોય છેપાયલટ તેની ટેક્સી લાઈટ ઓન કરી દે છે. તેનાથી રન વે પર લગાવેલી લાઈટ્સ ચાલુ થઈ જોય છે અને પાયલટને મદદ  મળે છે.

2. ટેક ઓફ લાઈટ:

ટેક્સી લાઈટની સાથે જ ટેક ઓફ લાઈટ શરૂ થઈ જોય છે. તે ટેક્સી લાઈટથી વધારે પ્રકાશિત હોય છે અને હવાઈ  જહાજના ટેક ઓફના સમયે જ ચાલુ કરવામાં આવે છે. આ લાઈટ ટેક્સી લાઈટથી થોડે દૂર સુધી પ્રકાશ ફેંકે છે. આ  લાઈટ્સ ત્યારે સળગે છે જ્યારે હવાઈ જહાજ ટેક ઓફ માટે બિલકુલ તૈયાર થાય છે.

3. રન વે ટર્ન ઓફ લાઈટ:

ટેક ઓફ અને ટેક્સી લાઈટ ઉપરાંત એક પ્રકારની લાઈટ હોય છે જેનો એંગલ વધારે પહોળો હોય છે. આ લાઈટ્સ રનવે  પર હવાઈ જહાજ ચલાવી રહેલા પાયલટને આખો રસ્તો યોગ્ય રીતે બતાવવામાં મદદ કરે છે.

4. વિંગ સ્કેન લાઈટ:

હવાઈ જહાજનો અત્યંત સંવેદનશીલ ભાગ તેની પાંખ હોય છે. કેમ કે તે મુખ્ય બોડીથી અલગ હોય છે. તેનું ધ્યાન રાખવું  અત્યંત જરૂરી છે. આ ઉદ્દેશ્યથી વિંગ લાઈટ્સ લગાવવામાં આવે છે. જેથી ટેક ઓફ સમયે અંધારામાં પણ હવાઈ જહાજનો  આખો આકાર સમજી શકાય. આ લાઈટ્સ પાયલટની બહુ મદદ કરે છે. વાદળોની વચ્ચે ઉડતા સમયે પાયલટ આ લાઈટની  મદદથી જોઈ શકે છે કે ક્યાંક પાંખ પર બરફ તો જોમી ગયો નથી.

5. એન્ટી કોલિજન બીકન:

આ લાઈટ્સ હવાઈ જહાજની જમીન પર સાફ-સફાઈ કે દેખરેખ કરનારા ક્રૂ માટે મદદગાર સાબિત થાય છે. તે ચમકદાર  નારંગ રંગની લાઈટ્સ હોય છે. જે હવાઈ જહાજના પહેલા એન્જિન શરૂ કરતાંની સાથે ઓન કરવામાં આવે છે. અને છેલ્લે  એન્જિન બંધ થવાની સાથે બંધ થાય છે. કારણ એ છે કે ગ્રાઉન્ડ ક્રૂને ખ્યાલ આવી શકે કે હવે હવાઈ જહાજ સંપૂર્ણ રીતે  બંધ થઈ ગયું છે.

6. લેન્ડિંગ લાઈટ:

વિમાનમાં સફેદ રંગની ચમકદાર લાઈટ્સ હોય છે જે લેન્ડિંગ સમયે આકાશ અને રનવેને સ્પષ્ટ રીતે જોવામાં મદદ કરે છે.  આ લાઈટનો ઉપયોગ એવા રનવે પર પ્રકાશ આપવાનો છે, જ્યાં લાઈટ ઓછી છે. આ લાઈટ્સ ક્યારેક પાંખની નીચેક્યારેક પાંખની બહારની સપાટી પર તો ક્યારેક બીજે ક્યાંક લાગેલી હોય છે. અનેક વિમાનમાં એકથી વધારે જગ્યાએ  લેન્ડિંગ લાઈટ્સ લાગેલી હોય છે.

7. નેવિગેશન લાઈટ:

આ લાઈટ્સ ઉડાન સમયે વિમાનની દિશા નિર્ધારિત કરવા માટે હોય છે. નેવિગેશન માટે 3 લાઈટ લાગેલી હોય છે.  પાયલટ તરફ લાગેલી લાઈટ લીલી હોય છે. બીજી બાજુ લાલ રંગની અને વિમાનની ટેઈલમાં લાગેલી લાઈટ સફેદ હોય છે.  લાઈટની પોઝિશનના આધારે બીજો વિમાનના પાયલટ માટે સમજવું સરળ બની જોય છે કે સામે આવી રહેલ વિમાન કઈ  દિશામાં ઉડાન ભરી રહ્યું છે.

8. હાઈ ઈન્ટેસિટી સ્ટ્રોબ લાઈટ:

આ ચમકદાર લાઈટ્સ વિમાનને વધારે ચોખ્ખું બનાવવામાં મદદ કરે છે. આ નેવિગેશનવાળી લાલ અને લીલી લાઈટ્સ નીચે  લાગેલી હોય છે. આ લાઈટ્સ અત્યંત પ્રકાશિત હોય છે. અને ફ્લાઈટ દરમિયાન આજુ-બાજુના લોકોનું ધ્યાન પોતાની  તરફ આકર્ષિત કરવાનું કામ કરે છે.

9. લોગો લાઈટ:

દરેક કંપનીનો એક લોગો હોય છે, જે વિમાન પર જોવા મળે છે. લોગો લાઈટ્સ તે લોગોને વધારે શાનદાર દર્શાવવા માટે  હોય છે. તેના બે ફાયદા હોય છે. પહેલો એ કે જોતાં જ ખ્યાલ આવે છે કે કઈ કંપનીનું વિમાન ઉડાન ભરી રહ્યું છે. તે મોટા  પોસ્ટરોની જેમ કંપનીનો પ્રચાર પણ કરે છે.

(4:59 pm IST)
  • તામિલનાડુમાં પણ કોરોના હાહાકાર મચાવે છે: તામિલનાડુમાં પણ ૨૩૩૪૮ નવા કેસ થયા ૨૦૦૬૨ સાજા થયા અને ૧૬૭ મૃત્યુ થયા છે. access_time 9:34 pm IST

  • બંગાળના CM બન્યા બાદ તરત મમતા બેનર્જીની કોરોના પર મોટી બેઠક : લાગુ પાડ્યાં નવા પ્રતિબંધો : આવતીકાલથી લોકલ ટ્રેન બંધ રાખવાનો નિર્ણય : શોપિંગ કોમ્પલેક્સ, જિમ, સિનેમા હોલ, બ્યુર પાર્લર, પૂલ બંધ access_time 11:53 pm IST

  • સુપ્રિમ કોર્ટે કોરોના કાળમાં અબજા રૂપિયાના સેન્ટ્રલવિસ્ટા પ્રોજેકટનું કામ રોકવાની માંગણી કરતી જાહેર હિતની રીટ પીટીશન ઉપર સુનાવણી હાથ ધરવા હા પાડી છે access_time 12:00 pm IST