Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

દેશમાં કોરોનાના નવા 3,17 લાખથી વધુ કેસ : કુલ કેસનો આંકડો 2 કરોડને પાર પહોંચ્યો : 2,80 લાખથી વધુ દર્દીઓ રિકવર થયા :34,44 લાખથી વધુ એક્ટીવ કેસ : વધુ 2719 લોકોના મોત

મહારાષ્ટ્રમાં સૌથી વધુ 48,621 નવા કેસ, કર્ણાટકમાં 44,438 કેસ, કેરળમાં 26,011 કેસ , ઉત્તર પ્રદેશમાં 29,052 કેસ, તામિલનાડુમાં 20,952 કેસ, આંધ્રપ્રદેશમાં 18,972 કેસ, રાજસ્થાનમાં 17,296 કેસ, પશ્ચિમ બંગાળમાં 17,501 કેસ, ગુજરાતમાં 12,820 કેસ,બિહારમાં 11,407 કેસ, હરિયાણામાં 12,885 કેસ, મધ્યપ્રદેશમાં 12,062 કેસ નોંધાયા

નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસના નવા કેસમાં ભયજનક ઉછાળો નોંધાયો છે સતત વધી રહેલા કેસોએ લોકોની ચિંતા વધારી દીધી છે. સ્થિતિ એ થઈ ગઈ છે કે દેશમાં દરરોજ એક લાખથી વધુ નવા કેસ સામે આવી રહ્યાં છે તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી ત્રણ લાખથી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે જયારે આજે છેલ્લા 24 કલાકમાં 3,17,918 નવા કેસ નોંધાયા છે 

 સાથે છેલ્લા 24 કલાકમાં 2719 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 2.21,666 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 3,17,918 નવા કેસ નોંધાતા  કુલ કેસની સંખ્યા 2,02,37,781 થઇ છે  એક્ટિવ  સંખ્યા પણ 34,44,548એ પહોંચી છે છેલ્લા 24 કલાકમાં 2,80,855 દર્દીઓ રિકવર  કરાયા છે આ સાથે કુલ  1.65,62,797 લોકોએ કોરોનાને મહાત આપી છે

  દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 48,621 નવા કેસ નોંધાયા છે જયારે કર્ણાટકમાં 44,438 કેસ, કેરળમાં 26,011 કેસ , ઉત્તર પ્રદેશમાં 29,052 કેસ, તામિલનાડુમાં 20,952 કેસ, આંધ્રપ્રદેશમાં 18,972 કેસ, રાજસ્થાનમાં 17,296 કેસ, પશ્ચિમ બંગાળમાં 17,501 કેસ, ગુજરાતમાં 12,820 કેસ,બિહારમાં 11,407 કેસ, હરિયાણામાં 12,885 કેસ, મધ્યપ્રદેશમાં 12,062 કેસ નોંધાયા છે

(12:15 am IST)
  • બંગાળના CM બન્યા બાદ તરત મમતા બેનર્જીની કોરોના પર મોટી બેઠક : લાગુ પાડ્યાં નવા પ્રતિબંધો : આવતીકાલથી લોકલ ટ્રેન બંધ રાખવાનો નિર્ણય : શોપિંગ કોમ્પલેક્સ, જિમ, સિનેમા હોલ, બ્યુર પાર્લર, પૂલ બંધ access_time 11:53 pm IST

  • મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આજે રાત્રે 8.30 કલાકે ફરી રાજ્યને સંબોધન કરશે. (ન્યૂઝફર્સ્ટ) access_time 7:41 pm IST

  • ત્રણ લોકસભા અને આઠ વિધાનસભાની પેટાચૂંટણીઓ મુલતવી રહી કોરોના મહામારીની બીજી લહેરને કારણે ચૂંટણી પંચે દાદરા નગર હવેલી સહિત ત્રણ લોકસભાની અને આઠ વિધાનસભાની પેટાચૂંટણીઓ હાલ પૂરતી મુલતવી રાખેલ હોવાનું જાહેર કરેલ છે. access_time 9:36 pm IST