Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સાની પેટાચૂંટણીઓ હાલ તુરત મુલતવી રાખી

પશ્ચિમ બંગાળની ખાલી પડેલી વિધાનસભાની  ૨ બેઠકો અને ઓડિશાની ૧ બેઠક ઉપરની પેટા ચૂંટણી, કોરોનાના વધતા પ્રકોપને લીધે ચૂંટણી પંચે હાલ પૂરટી ટાળી દીધી છે.

(12:00 am IST)
  • રાજસ્થાનની જોધપુર સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહેલા આસારામ બાપુને બુધવારે રાત્રે જેલમાંથી મહાત્મા ગાંધી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેલમાં તબિયત લથડતા જેલ પ્રશાસન તેમને મહાત્મા ગાંધી હોસ્પિટલમાં લઈ ગયા છે. ત્યાં કોરોના વાયરસના લક્ષણો દેખાય બાદ આસારામ બાપુને કોવિડ -19 ચેપ લાગ્યો હોવાની શંકા સેવાય રહી છે. તેમનો કોવિડ પરીક્ષણનો નમૂના લેવામાં આવ્યો હતો અને તબિયત લથડતાં તેમને હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરાયા હતા. access_time 12:10 am IST

  • કર્ણાટકમાં કોરોના કેસનો આંક પ્રથમ વખત ૫૦ હજારને વળોટી ગયો કર્ણાટકમાં પ્રથમ વખત ૫૦ હજાર ઉપર નવા કેસ નોંધાયા, ૨૬૮૪૧ સાજા થયા અને છેલ્લા ૨૪ કલાકમાં ૩૪૬ મૃત્યુ થયા છે. access_time 9:34 pm IST

  • આજે પોરબંદરમાં 37 મૃતદેહને ને અગ્નિદાહ આપવામાં આવ્યો જેમાં પાંચ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે : પોરબંદરમાં સ્મશાન ગૃહ ખાતે પોલીસ બંદોબસ્ત મુકવાની જરૂર છે access_time 10:38 pm IST