Gujarati News

Gujarati News

News of Saturday, 5th May 2018

યોગીનો ગૌ પ્રેમ...રાજયભરમાં ગામડે-ગામડે ખોલશે 'ગૌશાળા'

૧૦ હજાર કરોડના જંગી ખર્ચ સાથે આવરી લેવાશે સમગ્ર યુપીને : ફરી 'દુધ ક્રાંતિ' સર્જાશે, દેશી ગૌવંશોને જર્સી અને વિદેશી નસ્લની ગાયો જેમ વધારે દુધ આપનાર બનાવાશેઃ યોજનાને કેન્દ્ર સરકારની લીલીઝંડી

યુપીમાં યોગી આદિત્યનાથ સરકાર દ્વારા તમામ ગામોમાં ગૌશાળા ખોલી દુધના ઉત્પાદનમાં વધુને વધુ વધારો કરવા સાથે સાથે ખેડુતો,પશુપાલકોની આવક પણ વધારવાના ભાગરૂપે આગળ ધપાવાઇ પરિયોજના...ખાનગી ક્ષેત્રના લોકોનો પણ લેવાશે સહયોગ, દુધ ઉત્પાદનને વેગ આપવા સાથે ગ્રામિણ વિસ્તારોમાં મોટા પાયે રોજગારની તકો વધારવાનો પણ ઉદેશ્યઃ ગૌ પાલનના કાર્યમાં સરકાર નાણાકીય સહાયતાની જેમ જ વિવિધ માળખાકીય સુવિધા, દુધ વેચવા માટે પણ મદદ કરશે. તમામ ગૌશાળાઓમાં ડેનમાર્ક અને જર્મની સહિત અન્ય યુરોપીય દેશોની જેમ પધ્ધતિસર ઉંચી નસ્લની ગાયો, ભેંસો પળાશે, દુધ ઉત્પાદન ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તન લાવવાના આશય સાથે રાજય સરકાર સહકારી દુધ સંઘ, રાજય સહકારી દુધ મહાસંઘ, આંતરરાજય સહકારી દુધ સમિતિઓની સાથે સાથેે દુધ ઉત્પાદક કંપનિઓ અને નેશનલ ડેરી ડેવલોપમેન્ટ કોર્પોરેશનમાંથી સહાયતા પ્રાપ્ત સંસ્થાઓને પણ જરૂરી મદદ કરવાની તૈયારીમાં, પશુપાલકોને દુધ ઉત્પાદનને લગતી તમામ જાણકારી પણ અપાશે, એવી જ રીતે દુધની સાચવણી અને ઉત્પાદન ક્ષમતામાં વધારો કરતી બાબતો વિશે પણ માહિતી પ્રદાન કરાશે

(3:45 pm IST)