Gujarati News

Gujarati News

News of Saturday, 5th May 2018

અલીગઢ યુનિ.માં બબાલઃ ફાયરીંગઃ ભાગવતજીના પૂતળા સળગાવ્યા

દેખાવકારોએ જુમ્માની નમાઝ અદા કરી ઇતિહાસ સજર્યોઃ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયાઃ ભારે તણાવ

નવી દિલ્હી તા. ૫ : જનસત્તાના અહેવાલ મુજબ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં મોહમ્મદ અલી જિન્નાની તસ્વીર પર હોબાળો સતત ગંભીર થતો જોવા મળ્યો છે. અલીગઢના ભાજપ વિધાયક સતીશ ગૌતમ દ્વારા જિન્નાની તસ્વીર અંગે સવાલ ઉઠાવ્યા બાદ આજે યુનિવર્સિટીમાં ભારે હોબાળો થયો. યુનિવર્સિટીના છાત્રો દ્વારા એએમયુના મુખ્ય દરવાજાની સામે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત અને સતીશ ગૌતમનું પૂતળું સળગાવ્યું. બીજી બાજુ યોગી સરકાર અને મોદી સરકાર વિરૂધ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા. સવારથી ભારે માત્રામાં છાત્રો ઉમટી પડયા અને જોરદાર પ્રદર્શન કર્યું. આ ઉપરાંત કેમ્પસની અંદર ફાયરીંગ પણ કરાયું.

અહેવાલ મુજબ યુનિવર્સિટીના મુખ્ય દરવાજે પ્રદર્શનકારીઓએ ધરણા કર્યા અને નમાજ અલી કરી. પ્રદર્શનકારી એએમયુ છાત્રો ઉપરાંત શિક્ષક, સમર્થક અને ભૂતપૂર્વ છાત્રો પણ નમાજ અદા કરવા માટે સામેલ થયા.

યુનિવર્સિટીમાં તણાવ જોઇને ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવાય, ખરેખર ઘટના સ્થળ પર જુમ્માની નમાજ અદા કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટયા હતા. બીજી બાજુ હિન્દુ જાગરણ મંચના કેટલાક સભ્યોએ પણ જિન્નાની તસ્વીરનો વિરોધ કરીને યુનિવર્સિટીમાં ઘુસવાનો પ્રયત્નો કર્યો અને ભારે હોબાળો કર્યો. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં જિન્ના તસ્વીર અંગેનો મામલો રોકવાનું નામ લઇ રહ્યો નથી.

(3:44 pm IST)