Gujarati News

Gujarati News

News of Saturday, 5th May 2018

આગામી દાયકામાં અમેરિકા અને ચીનને પછાડી ભારત વિશ્વમાં સૌથી ઝડપી વધતી અર્થવ્યવસ્થા બનશે:હાવર્ડ

2026માં ચીનનો વિકાસદર 4.9, ફ્રાંસનો 3.5 અને અમેરિકાનો 3 ટકા રહેશે ;ભારતનો 7,9 ટકા થશે

નવી દિલ્હી :હાવર્ડ વિવિના અહેવાલ મુજબ આગામી દાયકામાં ભારત દુનિયામાં સૌથી ઝડપી ગતિએ વધતી અર્થવ્યવસ્થા બની જશે. ભારતનો વિકાસદર વાર્ષિક 7.9 રહેશે જે અમેરિકા અને ચીન કરતા પણ વધારે હશે. 2026માં ચીનનો વિકાસદર 4.9, ફ્રાંસનો 3.5 અને અમેરિકાનો 3 ટકા રહેવાનું અનુંમાન લગાવ્યું છે .

  અમેરિકાના વિવિના સેંટર ફોર ઈંટરનેશનલ ડેવલોપમેંટે પોતાના અહેવાલમાં એમ પણ કહ્યું છે કે, ભારતે વર્તમાન અર્થવ્યવસ્થામાં રહેલી અનેક ખામીઓ દૂર કરવામાં સફળતા હાંસલ કરી છે, તેમ છતાં પણ હજી ઘણા મોરચે કામ કરવાનું બાકી છે.

   ભારત ઉપરાંત યુગાંડા બીજા ક્રમે છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે આર્થિક મોર્ચે આ નાનો અમથો દેશ પણ ઝડપથી આગળ વધી રહ્યો છે. કોંપ્લેક્સિટી અપૉર્ચ્યુનિટી ઈંડેક્ષ (સીઓઆઈ)ના રિપોર્ટમાં ભારતને પણ અવ્વલ માનવામાં આવ્યો છે. નિકાસના ક્ષેત્રે ભારતે તેની ક્ષમતા અનુંસાર પ્રદર્શન કર્યું છે. ઉત્પાદનોના મામલે પણ નવી ઉંચાઈ હાસલ કરવામાં આવી રહી છે.

 

(12:27 pm IST)