Gujarati News

Gujarati News

News of Saturday, 5th May 2018

ચિદમ્બરમ પરિવાર ધીમેધીમે ઘેરાતો જાય છે : આકરા પગલા

ચેન્નાઇ, તા. પ :  મદ્રાસ હાઇકોર્ટ આવકવરેા વિભાગને કાળા નાણાં અંગેના કાયદા હેઠળ પૂર્વ કેન્દ્રીય પ્રધાન પી. ચિદમ્બરમનાં પુત્ર કાર્તિ ચિદમ્બરમ અને કંપનીના અન્ય ડિરેકટર્સને આપવામાં આવેલી કારણદર્શક નોટીસના કેસમાં તપાસ આગળ વધારવા લીલી ઝંડી આપી દીધી છે.

જસ્ટિસ વી. ભારતીદાસન અને એન. સેશસાયીનો બનેલી બેન્ચે આવકવેરા વિભાગને જો કે કાર્તિ ચિદમ્બરમ તેમજ ચેસ ગ્લોબલ એડવાઝરી સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડ અન્ય ડિરેકટર્સને તેમનો કેસ રજૂ કરવા પુરતી તક આપવા સુચના આપી હતી. આવકવેરા વિભાગ દ્વારા આપવામાં આવેલી કારણ દર્શક નોટીસ રદ કરવાની માંગણી સાથે કાર્તિ ચિદમ્બરમ અને અન્ય ડિરેકટર્સ દ્વારા થયેલી અરજીની સુનાવણી દરમિયાન કોર્ટ આ વચગાળાનો હુકમ કરતા જણાવ્યું હતું કે કેસમાં હવે પછીની સુનવણી પાંચ જુનના રોજ યોજાશે.

અરજદારોને કાળા નાણાં કાયદાની કલમ પ૦ની યોગ્યતાને પડકારતાં એક અલગ અરજી પણ કહી છે. આ કેસ અરજદારોની કંપની દ્વારા બ્રિટનની કંપની ટોટુસ ટેનિસ લિમિટેડ અને અમેરિકી કંપની એલએલસીમાં થયેલા રોકાણ અને આપવામાં આવેલા એડવાન્સિસ સંબંધી છે. અરજદારોનું કહેવુ છે કે આ બંને વિદેશી કંપનીઓમાં થયેલી રોકાણ અને રેમિટન્સિસની વિગત કંનીના મુળ અને સુધરેલા રિટર્ન એમ બંનેમાં આપવામાં આવેલી છે. કંપનીએ આક્ષેપ કર્યા હતા કે કંપની આવકવેરા વિભાગ દ્વારા થયેલી પૃછાના જવાબ પહેલા જ આપી ચુકી હોય છતાં કારણદર્શક નોટીસ કાઢવામાં આવી છે.

(11:35 am IST)