Gujarati News

Gujarati News

News of Saturday, 5th May 2018

ગુરૂગ્રામમાં છ જાહેર સ્થાનો પર નમાજ અટકાવાઇ

પોલીસ જ મેદાનમાં આવી : નમાજીઓને જાહેરમાં નમાજ પઢતા અટકાવ્યા : અન્ય ૧૦૦ જાહેર સ્થાનો પર નમાજ અંગે વિવાદ શરૂ થયો : હરિયાણા વકફ બોર્ડ પણ સાથે તંત્રની મંત્રણા

ગુરૂગ્રામ, તા. પ : જાહેરમાં નમાજ પઢવા અંગેના વિવાદ બાદ ગઇકાલે શુક્રવારે છ જાહેર સંસ્થાનો પર નમાજ અટકાવવામાં આવી હતી. હિન્દુ સંગઠનોના એલાન બાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું અને પોલીસે જ નમાજીઓને જાહેર મેદાનમાં નમાજ પઢતા અટકાવ્યા હતા. પોલીસે હિન્દુ સંગઠનોને પણ દૂર રાખ્યા હતાં. જોકે, અન્ય ૧૦૦ જાહેર સ્થાનોનું લીસ્ટ જાહેર કરીને ત્યાં પણ નમાજ અટકાવવા હિન્દુ સંગઠનોએ ઘોષણા કરતા નવો વિવાદ ઉઠયો છે. જોકે પોલીસ તંત્ર પૂરેપૂરૂ સચેત છે જાહેરમાં નમાજ અંગે હરિયાણા વકફ બોર્ડ સામે મંત્રણા કરે છે અને શુક્રવારની જાહેર નમાજ માટે કોઇ એક સ્થાન નક્કી કરાય તેવો તોડ કઢાઇ રહ્યો છે. (૮.૯)

(11:35 am IST)