Gujarati News

Gujarati News

News of Saturday, 5th May 2018

હવે શિક્ષણક્ષેત્રે આમૂલ પરિવર્તન :સરકાર બનાવશે ન્યુ હાયર એજ્યુકેશન ઓથોરિટી: UGC, AICTE, NCTE બનશે ભૂતકાળ

દેશભરમાં ઉચ્ચ શિક્ષાને માટે બનેલ આયોગ અને પરિષદ હવે ખતમ થઇ જશે.

નવી દિલ્હી :કેન્દ્ર સરકાર શિક્ષણ ક્ષેત્રે આમૂલ પરિવર્તન કરવા જઈ રહી છે વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ (યૂજીસી), અખિલ ભારતીય ટેક્નિકી શિક્ષા પરિષદ (એઆઇસીટીઇ) અને નેશનલ કાઉન્સીલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન (એનસીટીઇ) હવે ટૂંક સમયમાં ભૂતકાળ બની જશે. સંસ્થાઓને ખતમ કરીને સરકાર એક નવી હાયર એજ્યુકેશન ઓથોરિટી બનાવશે નવી ઓથોરિટીનું ગઠન 2019ની સામાન્ય ચૂંટણી પહેલાં થઇ જશે.તેમ મનાય છે 

    અહેવાલ મુજબ કેન્દ્ર સરકારે આને માટે એક નવું બિલ તૈયાર કરી લીધું છે. હાયર એજ્યુકેશન રેગ્યૂલેટરી કાઉન્સીલ (એચઇઆરસી) નામથી તૈયાર બિલનાં કાયદા બની ગયા બાદ દેશભરમાં ઉચ્ચ શિક્ષાને માટે બનેલ આયોગ અને પરિષદ હવે ખતમ થઇ જશે.

   દેશમાં હાજર દરેક વિશ્વવિદ્યાલયો અને સંસ્થાનો માટે એક ગાઇડની જેમ કામ કરશે.સાથે નવા કોર્સ વિશે દરેકને સૂચન પણ આપશે.જો કે ઓથોરિટી પાસે કોઇ પણ વિશ્વવિદ્યાલય અથવા પછી ટેક્નિકી સંસ્થાનને ગ્રાન્ટ નહીં આપી શકે. ગ્રાન્ટ માટે રેગ્યુલેટર માત્ર એચઆરડી મંત્રાલયને ભલામણ કરી શકશે. ડ્રોફ્ટ બિલને માનવ સંસાધન મંત્રાલયે તૈયાર કરી લીધેલ છે અને પીએમઓમાં ઘણી ઝીણવટથી જોવામાં આવેલ છે.

(12:00 am IST)