Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

ભારતમાં કોરોનાની બીજી લહેરને લઈ ટેન્‍શનમાં કેમ છે આખી દુનિયા?

સતત વધતા જતા કેસોએ સરકારને રસી સંબંધિત તેની નીતિ બદલવા માટે મજબૂર કરી છે : વિશ્વને રસી પહોંચાડવા ભારત એક અગત્‍યની કડી : ઘરેલું જરૂરિયાતોને લઈ રસીની નિકાસ ઓછી થશે : ઘણા દેશો ડોઝ મેળવવા માટે દબાણ મૂકી રહ્યા છે

નવી દિલ્‍હી, તા.૫: માર્ચ મહિનાનો અડધો પતી ગયો, ત્‍યારે દુનિયાએ માનવાનું શરૂ કર્યું કે તેણે કોવિડ -૧૯ રોગચાળાથી છુટકારો મેળવી લીધો છે. તમામ સરકારોનું ધ્‍યાન વાયરસના ચેપને અટકાવવાથી રસીકરણ તરફ કેન્‍દ્રિત થઈ ગયું હતું. લગભગ દરેક દેશમાં રસીકરણની શરૂ કરવામાં આવી હતી. રસી માટે બધાની નજર ભારત પર હતી, ખાસ કરીને એવા દેશો જે રસી માટે મોટી રકમ ચૂકવવામાં અસમર્થ હતા. પરંતુ ભારતમાં કોવિડ -૧૯ ની બીજી લહેરે બધું બદલી નાખ્‍યું છે અને આખી દુનિયાની ચિંતા વધારી દીધી છે.

ભારતે તેના પાડોશી અને મિત્ર દેશોને રસીના લાખો ડોઝ ઉપલબ્‍ધ કરાવ્‍યા છે. પરંતુ હવે ઈન્‍ફેક્‍શન રેટને કારણે પરિસ્‍થિતિ બદલાઈ ગઈ છે. રસી નિકાસ કરવા માટે સરકાર ઉપર દબાણ વધવાનું શરૂ થયું. વિપક્ષે દબાણ કર્યું હતું કે જયાં સુધી ભારતના લોકોને રસી ન મળે ત્‍યાં સુધી રસી નિકાસ પર કેટલાક નિયંત્રણો લાદવા જોઈએ. આરોગ્‍ય પ્રધાન હર્ષવર્ધનએ સંસદમાં નિવેદન આપ્‍યું હતું કે ભારતીયોની જરૂરિયાતને અવગણીને રસી વિદેશમાં મોકલવામાં આવી રહી નથી, પરંતુ થોડા દિવસો બાદ નિકાસ અંગેના નિયમો કડક કરવામાં આવ્‍યા છે.

એસ્‍ટ્રેજેન્‍કાની રસીના તમામ મોટા એક્‍સપોર્ટ પર પ્રતિબંધ મૂકાયો છે. આ રસી પુણે સ્‍થિત સીરમ ઇન્‍સ્‍ટિટ્‍યૂટ ઓફ ઈન્‍ડિયા (SII)માં બનાવવામાં આવી રહી છે. આ પગલાની વિશ્વવ્‍યાપી અસર પડી છે કારણ કે વર્લ્‍ડ હેલ્‍થ ઓર્ગેનાઇઝેશન (WHO)ના કોવેક્‍સ પ્રોગ્રામ હેઠળ ૧૮૦થી વધુ દેશોએ રસી મળવાની હતી. જેમાંથી મોટાભાગની સપ્‍લાય ભારતમાંથી થવાની હતી.

ગયા અઠવાડિયે યુરોપિયન યુનિયન દ્વારા યુરોપિયન પ્‍લાન્‍ટ્‍સમાંથી સપ્‍લાયની અપૂર્ણતાને પહોંચી વળવા માટે સીરમ સંસ્‍થા પાસેથી એક કરોડ ડોઝ ખરીદવા માટે ભારતની મંજૂરી માંગવામાં આવી હતી. બ્રિટને પણ સીરમને જેટલા ડોઝનો ઓર્ડર આપ્‍યો છે, તેનાથી પણ દબાણ વધી રહ્યું છે.

સરકારે ૪૫ વર્ષથી વધુ ઉંમરના દરેકને રસી માટે પાત્ર બનાવ્‍યા છે. ત્‍યારબાદ ભારતમાં કોવિડ રસીની માંગમાં વધારો થવાની સંભાવના છે. જેથી રસીના નિકાસ પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂકાયું છે. સરકારે સ્‍પષ્ટપણે જણાવ્‍યું છે કે રસીના નિકાસ પર કોઈ પ્રતિબંધ નથી, પરંતુ ભારતમાં ચાલી રહેલા રસીકરણ કાર્યક્રમ માટે જરૂરી ડોઝ મળી રહે તે સુનિヘતિ કરવા માટે સપ્‍લાય શિડ્‍યુલમાં સમયાંતરે ફેરફાર કરવા પડશે.

(5:05 pm IST)