Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

યુપીમાં કોરોનાની નવી ગાઇડ લાઇનઃ હાલ વીકેન્ડ લોકડાઉન નહીં લગાવાય

લખનૌ તા. પઃ ઉત્તર પ્રદેશમાં કોરોનાના વધતા કેસ વચ્ચે યોગી સરકારે રાજયમાં કન્ટેન્ટમેન્ટ ઝોન અંગે નવા નિયમો જાહેર કર્યા છે. મુખ્ય સચિવ રાજેન્દ્રકુમાર તિવારીએ દિશા-નિર્દેશ જાહેર કર્યા છે. જે મુજબ ૧ કેસ થવાથી રપ મીટર અને એકથી વધુ આવવાથી પ૦ મીટરને કન્ટેન્ટમેન્ટ ઝોન બનાવાશે. રપ મીટરમાં ર૦ અને પ૦ મીટરમાં ૬૦ ઘર આવશે. જેમાં વિસ્તાર મુજબ બદલવા આવશે.

અધિકારીઓના જણાવ્યા મુજબ હાલ લોકડાઉન અંગે કોઇ વિચારણા નથી. નવા દિશા-નિર્દેશ મુજબ છેલ્લા પોઝીટીવ રિપોર્ટથી ૧૪ દિવસ વિસ્તાર કન્ટેન્ટમેન્ટ ઝોન બનશે અને આ દરમિયાન કોઇ કેસ નહીં આવે તો તે વિસ્તારને કલીયર કરાશે. દરેક ઝોન માટે એક ટીમ બનાવાશે. જે પોતાના વિસ્તારના દરેક ઘરે જઇ માહિતી એકઠી કરવાની સાથે લોકોને કોવીડથી બચાવ અને લક્ષણો અંગે માહિતી આપશે.

(2:54 pm IST)