Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

હાય..હાય...યોગી આદિત્યનાથ દ્વારા વાત-વાતમાં ગાળ બોલાઈ ગઈ ! વિડીયો વાયરલ

વેકસીન લીધા બાદ આપેલી મુલાકાત દરમિયાન અભદ્ર ભાષા બોલાઈ જતા લોકો સોશ્યલ મીડીયામાં અલગ અલગ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે

લખનઉ, તા. ૫ :. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગઈકાલે કોરોના વાયરસનો પ્રથમ ડોઝ લીધો હતો. લખનઉની સિવીલ હોસ્પીટલમાં સીએમ યોગીએ ભારત બાયોટેકની કોવેકસીનનો પ્રથમ ડોઝ લીધો હતો અને આ દરમિયાન તેમને લોકોને કોરોના વેકસીન લગાવવાની અપીલ પણ કરી હતી. આ અપીલના અંતમાં તેમનાથી અપશબ્દ બોલાય જતા તે અંગેનો વિડીયો સોશ્યલ મીડીયામા ભારે ચર્ચા જગાવી રહ્યો છે અને લોકો અલગ અલગ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે.

ગઈકાલે કોરોના વાયરસની રસી લીધા બાદ એએનઆઈ સાથેની વાતચીતમાં તેમણે ઉત્તર પ્રદેશમાં તેમણે કોરોના વેકસીન વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવા બદલ વડાપ્રધાન મોદી અને સ્વાસ્થ્ય મંત્રાલયનો આભાર વ્યકત કર્યો હતો. તેમણે દેશના વૈજ્ઞાનિકોને પણ આ વિડીયો થકી અભિનંદન આપ્યા હતા.

આ અભિનંદન આપ્યાના થોડી મિનીટો પછી એએનઆઈના પત્રકારનું માઈક દૂર ચાલ્યુ જતા તેમણે અપશબ્દ બોલી પોતાની નારાજગી વ્યકત કરી હતી. એવુ જણાય છે કે તેમને વધુ બોલવાની ઈચ્છા હતી પરંતુ માઈક આઘુ ચાલ્યુ જતા તેમણે પોતાની નારાજગી વ્યકત કરી હતી અને તેમનાથી જીભ લપસી ગઈ હતી. આ અપશબ્દવાળો વિડીયો હાલ સોશ્યલ મીડીયામાં જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે. લોકો અલગ અલગ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે કે ભગવાધારીને આવુ બોલવુ શોભા દયે છે?

(11:40 am IST)
  • આવતીકાલે આરોગ્ય મંત્રીઓની બેઠક : આવતીકાલે મંગળવારે દેશના આરોગ્ય મંત્રી ડો.હર્ષવર્ધન ૧૧ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના આરોગ્ય મંત્રીઓને કોવિડ સ્થિતિ અંગે વિચાર વિમર્શ કરવા મળશે. access_time 5:58 pm IST

  • મહારાષ્ટ્રમાં કોરોનાએ હાહાકાર મચાવતા દેશમાં કોરોનાના રેકોર્ડબ્રેક નવા એક લાખથી વધુ કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1.25 કરોડથી વધુ : કુલ મૃત્યુઆંક 1.65 લાખને વટાવી ગયો : એક્ટિવ કેસનો આંકડો 7.37 લાખને પાર પહોંચ્યો :રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 1,03,764 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,25,87,892 થઇ :એક્ટિવ કેસ 7,37,876 થયા વધુ 52,826 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,16,79,946 થયા :વધુ 477 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,65,132 થયા: દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં નવા 57,074 નવા કેસ નોંધાયા access_time 11:56 pm IST

  • હવે બૉલીવુડ એક્ટ્રેસ ભૂમિ પેડનેકર કોરોના સંક્રમિત થઈ : અભિનેત્રીએ સમાચાર ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા : તેને કોરોના ના હળવા લક્ષણ હોય, હોમ ક્વોરેન્ટાઇન થઈ : બોલીવુડની અનેક હસ્તીઓ કોવિડ -19 બી બીજી લહેરમાં કોરોના સંક્રમિત થઈ છે : ભૂમિ સિવાય આ યાદીમાં નવા નામમાં અક્ષય કુમાર, વિકી કૌશલ, આલિયા ભટ્ટ, ગોવિંદા,આમિર ખાન વગેરે શામેલ છે. access_time 12:22 pm IST