Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

જંગલોની આગ ઠારવા બે વિમાનો તૈનાત

ઉત્તરાખંડના ૬૨ હેકટર વિસ્તારમાં આગ ભભૂકી રહી છેઃ હવે વિમાનો દ્વારા કાર્યવાહી

નવી દિલ્હી, તા.૫: ઉત્તરાખંડના જંગલોમાં લાગેલી આગને બુઝાવવા માટે હવે વાયુસેનાના હેલિકોપ્ટર્સની મદદ લેવામાં આવશે. એક હેલિકોપ્ટર ગૌચરમાં સ્ટેશન કરશે તથા ટિહરી સરોવર અને શ્રીનગર બાંધમાંથી પાણી ભરશે. બીજું હેલિકોપ્ટર હલ્દાનીમાં સ્ટેશન કરશે તથા ભીમતાલ અને નૌકુચિયાતાલ ખાતેથી પાણી ભરશે.

વાયુસેનાના બે પ્ત્-૧૭ ઉત્તરાખંડના ગઢવાલ ક્ષેત્રમાં ૩ પાયલોટ અને ૭ ક્રૂ મેમ્બર્સ સાથે લેન્ડ કરશે. નાગરિક ઉડ્ડયન ટીમે તમામ મહત્વપૂર્ણ વ્યવસ્થાઓ માટે રાજયની મશીનરીને નિર્દેશ આપ્યો છે. ઉત્તરાખંડના જંગલોમાં આગ લાગવાની કુલ ૯૯૩ ઘટનાઓ બની છે. આ કારણે ૧,૩૦૪ હેકટર વનક્ષેત્ર પ્રભાવિત થયા છે.

હાલ નૈનીતાલ, અલ્મોડા, પિથૌરાગઢ, બાગેશ્વર, હરિદ્વાર અને રૂદ્રપ્રયાગ જિલ્લાઓ વધારે પ્રભાવિત થયા છે. રાજયના ડિઝાસ્ટર મેનેજમેન્ટ મંત્રી ડો. ધન સિંહ રાવતના કહેવા પ્રમાણે જંગલોમાં આગ લાગવાની ઘટનાઓનું પ્રમાણ ઘટાડવા ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગને એલર્ટ કરી દેવામાં આવ્યો છે.

ઉત્તરાખંડના આશરે ૬૨ હેકટર વિસ્તારમાં આવેલા જંગલોમાં આગ ભભૂકી રહી છે. આ કારણે મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે ઈમરજન્સી બેઠક બોલાવી હતી. ઉપરાંત કેન્દ્ર સરકારે પણ ઉત્તરાખંડ સરકારને સંપૂર્ણ સહયોગ આપવાનું આશ્વાસન આપ્યું છે. ગૃહ મંત્રી અમિત શાહે રવિવારે એનડીઆરએફની ટીમને તૈનાત થવા આદેશ આપ્યો હતો. આ સાથે જ હેલિકોપ્ટર પણ મોકલી આપ્યા છે જેથી ઉત્ત્।રાખંડના જંગલોમાં લાગેલી આગને કાબૂમાં લઈ શકાય.

(10:06 am IST)