Gujarati News

Gujarati News

News of Sunday, 5th April 2020

દેશભરમાં એકતાનો પ્રકાશ પથરાયો : દેશવાસીઓએ ઘર-બાલ્કનીમાં દીવા-ટોર્ચની ફ્લેશથી કર્યો ઝળહળાટ

સમગ્ર દેશમાં કોરોના સામે લડવા દિપ પ્રાગટ્ય: લોકોએ દિવા, ફ્લેશ લાઇટથી એકતા બતાવી: કહો દેશ રોશનીથી ઝગમગ્યો

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ રેન્દ્ર મોદીએ લોકોને કોરોના વાયરસના સંકટથી લડવા માટે દેશને સામૂહિક સંકલ્પ પ્રદર્શન કરવા રવિવાર રાત્રે પોતાના ઘરની લાઈટ બંધ કરીને દિવા પ્રગટાવવા માટે કહ્યું હતું. પીએમ મોદીએ આજે 9 વાગ્યાથી 9 મિનિટ સુધી લોકો દિવડા પ્રગટાવવા કહ્યું હતું. ત્યારે પ્રધાનમંત્રીની આ અપીલ બાદ સમગ્ર દેશમાં લોકોએ સમર્થન આપતા દિવડા પ્રગટાવ્યા છે અને લોકોએ પોતાના ઘરે દિવાઓ પ્રગટાવ્યા છે. તો ક્યાં લોકો મોબાઇલની ફ્લેશ લાઇટ કરીને દેશની એકતા બતાવી છે.

કોરોના વાયરસ વિરૂદ્ધ જંગમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ બાદ દેશમાં આજે રાત્રે 9 વાગ્યાથી 9 મિનિટ માટે દિવડા, કેન્ડલ, મોબાઇલ ફ્લેશ અને ટોર્ચ દ્વારા પોતાની એકતા પ્રદર્શિત કરી. દેશની આ એકતા તે લોકોના સમર્થનમાં જે લોકો અટક્યા વગર, થાક્યા વગર કોરોનાના પીડિતોની સેવા કરી રહ્યા છે, અને કોરોના વાયરસને માત આપવા એકજૂટ થયા છે.

(9:06 pm IST)