Gujarati News

Gujarati News

News of Sunday, 5th April 2020

દર્દીનો ઈલાજ કરતા સંક્રમિત થયેલ નર્સે કોરોનાને આપી માત : હવે નોકરી પર પાછી ફરવા તૈયાર

કેરળની સ્વાસ્થ્ય પ્રણાલી ઉપર પુરો વિશ્વાસ: 14 દિવસ સુધી ક્વોરન્ટાનમાં રહેશે

નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસ સંક્રમિત દર્દીના ઈલાજ દરમિયાન સંક્રમિત થયેલી નર્સ હવે સ્વસ્થ થઈ ગઈ છે. હવે તે ફરી આઈસોલેશન વોર્ડમાં ડ્યૂટી કરવા જવા તૈયાર છે. નર્સનું કહેવુ છે કે તે પહેલાની જેમ ઉત્સાહ સાથે કોરોના સંક્રમિત લોકોનો ઈલાજ કરવા માગે છે.

 ગયા શુક્રવારે 32 વર્ષીય રેશમા મોહનદાસને સંક્રમણથી મુક્ત થયા બાદ મેડિકલ કોલેજ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હવે તે ઘરે 14 દિવસ સુધી ક્વોરન્ટાનમાં રહેશે. દેશના સૌથી વધુ ઉમર ધરાવતા સંક્રમિત 93 વર્ષીય થોમસ અબ્રાહમ અને તેની 88 વર્ષીય પત્નીને પણ રજા આપી દેવામાં આવી છે. અબ્રાહમના ઠીક થવા પર મેડિકલ જગતમાં એક ચમત્કાર ગણવામાં આવે છે. આ બન્નેની સાથે રેશ્મા પણ ઘરે જવા રવાના થઈ. પરંતુ એ સંકલ્પ સાથે કે 14 દિવસ ક્વોરન્ટાઈન રહ્યા બાદ ફરી દર્દીઓની સેવામાં લાગી જશે.

 રેશમાએ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં ઈલાજ દરમિયાન તેના મિત્રો અને સહયોગીઓને વોટ્સ એપ પર એક મેસેજ કર્યો હતો. હુ એક સપ્તાહ તારી સાથે (કોરોના વાયરસ) લડીને આ રૂમ છોડી દઈશ. રેશમાએ કહ્યું, મે મેસેજ વોટ્સ એપમાં એટલા માટે મોકલ્યો હતો કે, મને કેરળની સ્વાસ્થ્ય પ્રણાલી ઉપર પુરો ભરોશો છે અને તે વર્લ્ડ ક્લાસ છે.

12 માર્ચથી થોમસ અને મરિયમ્માની દેખભાળ કરનાર નર્સનું માનવુ છે કે તેને સંક્રમણ એટલા માટે લાગ્યું કે હુ તેની વધારે નજીક રહેતી હતી. અને તેના સાથે વાતો કરતી હતી. તે બન્ને માસ્ક પહેરતા ન હતા. માસ્ક તેમને સહજ લાગતુ નહોતુ. રેશમાએ કહ્યું તેમને તે બન્નેની સારશંભાળ રાખવાનું પસંદ હતુ. તેમણે કહ્યું કે મને થોડો પણ તનાવ ન હતો. મને વૃદ્ધોની સેવા કરવી ગમે છે.

(9:03 pm IST)