Gujarati News

Gujarati News

News of Sunday, 5th April 2020

દેશમાં ૨૭૬૬૧ રાહત કેમ્પો

દરરોજ ૭૫ લાખ લોકોને ભોજનની વ્યવસ્થા

અમદાવાદ, તા.૫ : દેશમાં કોરોના વાયરસના પરિણામ સ્વરુપે કેસોની સંખ્યામાં ઝડપથી વધારાનો દોર જારી રહ્યો છે. આરોગ્યમંત્રાલય દ્વારા આજે કબૂલાત કરવામાં આવી હતી કે, દેશમાં કોરોના વાયરસના છેલ્લા ૨૪ કલાકમાં ૪૭૨ કેસો સપાટી ઉપર આવ્યા છે. આ ગાફ્રા દરમિયાન ૧૧ લોકોના મોત થયા છે. હજુ સુધી દેશમાં કોરોના વાયરસના પરિણામ સ્વરુપે અસરગ્રસ્તોની કુલ સંખ્યા ૩૩૭૪ જેટલી જણાવવામાં આવી છે. આમાથી ૨૬૭ જેટલા લોકો સ્વસ્થ થઇ ચુક્યા છે જ્યારે ૭૯ લોકો દમ તોડી ચુક્યા છે. કોરોનાને લઇને સ્થિતિ નીચે મુજબ છે.

દેશમાં કોરોનાથી અસરગ્રસ્ત જિલ્લા........................................................... ૨૭૪

ભારતમાં કોરોનાના દરમાં બે ગણી વૃદ્ધિ......................................... ૪.૧ દિવસમાં

લોકોને દરરોજ ભોજનની વ્યવસ્થા....................................................... ૭૫ લાખ

દેશભરમાં કુલ રાહત કેમ્પો................................................................... ૨૭૬૬૧

સરકાર દ્વારા ચલાવાતા રાહત કેમ્પ....................................................... ૨૩૯૨૪

બિન સરકારી સંગઠનો દ્વારા ચલાવાતા રાહત કેમ્પ.................................... ૩૭૩૭

રાહત કેમ્પોમાં રહેલા લોકોની સંખ્યા ................................................ ૧૨.૫ લાખ

છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા કેસ..................................................... ૪૭૨

છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી મોત............................................................. ૧૧

કોરોનાથી અસરગ્રસ્ત કુલ કેસ................................................................. ૩૩૭૪

કોરોના બાદ સ્વસ્થ થયેલા લોકો............................................................... ૨૬૭

કોરોનાના લીધે મોત.................................................................................. ૭૯

ફુડ કેમ્પ સ્થાપિત................................................................................ ૧૯૪૬૦

સરકારી દ્વારા સંચાલિત ફુડ કેમ્પ............................................................. ૯૯૫૧

એનજીઓ દ્વારા સંચાલિત ફુડકેમ્પ............................................................ ૯૫૦૯

કંપનીઓ તરફથી મજુરોને આશ્રય.................................................... ૧૩.૬ લાખ

લોકડાઉનથી નુકસાનનો અંદાજ  નવ લાખ કરોડ

(11:57 pm IST)