Gujarati News

Gujarati News

News of Sunday, 5th April 2020

મહારાષ્ટ્રમાં કોરોનાના ઘણા નવા કેસો સપાટીએ

પુણેમાં એક મહિલાનું મોત થયું

પુણે, તા.૫ : કોરોના વાયરસના પરિણામ સ્વરુપે દેશ દુનિયામાં હાહાકાર મચેલો છે. સુમસામ રસ્તા, બંધ દુકાનો, અટવાઈ પડેલી દુનિયાની રફ્તર વચ્ચે પણ કોરોનાનો દરેક કેસ ચિંતા વધારે છે. દેશમાં કેસોની સંખ્યા ૩૦૦૦થી ઉપર પહોંચી છે જ્યારે મહારાષ્ટ્રમાં કેસોની સંખ્યા ૬૬૧થી ઉપર પહોંચી ચુકી છે. મહારાષ્ટ્રમાં કોરોનાના ૨૬ નવા કેસ સપાટી ઉપર આવ્યા છે. આની સાથે જ કેસોની સંખ્યા વધીને ૬૬૧ સુધી પહોંચી છે. પુણેમાં આજે રવિવારના દિવસે કોરોનાગ્રસ્ત ૫૨ વર્ષીય એક મહિલાનું મોત થયું હતું. આ મહિલા પહેલાથી જ ડાયાબિટીસની દર્દી હતી. કોરોનાના મામલાઓ વચ્ચે દેશભરમાં લોકડાઉનની સ્થિતિ હોવા છતાં લોકો મોટી સંખ્યામાં હજુ બહાર નિકફ્રી રહ્યા છે જે ચિંતાજનક બાબત છે. આજ કારણસર કેસો પણ વધી રહ્યા છે. પોલીસ દ્વારા સોશિયલ ડિસ્ટેન્સિંગની બાબત અમલી કરવા સૂચના આપી છે. તમામને એક-એક મીટર સુધી અંતર રાખવા માટે પણ કહેવામાં આવ્યું છે.

(7:55 pm IST)