Gujarati News

Gujarati News

News of Sunday, 5th April 2020

ગૌત્તમ બુદ્ધનગરમાં ૩૦ એપ્રિલ સુધી કલમ ૧૪૪

કોરોનાના લીધે કઠોર ધારાધોરણ

નોઇડા, તા. ૫ : દુનિયાભરના દેશોમાં કોરોનાએ હાલના દિવસોમાં આફત મચાવી રાખી છે. ભારતમાં પણ કોરોનાથી અસરગ્રસ્ત લોકોની સંખ્યા ૩૩૦૦ના આંકડાને પાર કરી ચુકી છે. ઉત્તરપ્રદેશના ગૌત્તમ બુદ્ધનગર પણ આ વાયરસથી ખુબ ખરાબરીતે પ્રભાવિત છે. આવી સ્થિતિમાં અહીં વહીવટીતંત્ર તરફથી ૩૦મી એપ્રિલ સુધી સીઆરપીસીની કલમ ૧૪૪ લાગૂ કરવામાં આવી છે. હકીકતમાં વહીવટીતંત્ર દ્વારા દરેક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો અમલી થાય તે હેતુસર બનતા તમામ પગલા લેવાઈ રહ્યા છે. તમામ પ્રયાસો છતાં લોકો માનવા માટે તૈયાર દેખાઈ રહ્યા નથી. ઉત્તરપ્રદેશના ગૌત્તમ બુદ્ધનગરમાં કોરોના વાયરસના અસરગ્રસ્ત લોકોની સંખ્યા ૫૦થી ઉપર પહોંચી ચુકી છે. આવી સ્થિતિમાં વાયરસને રોકવા બનતા તમામ પ્રયાસો થઇ રહ્યા છે. બીજી વાત એ છે કે, સમગ્ર ઉત્તરપ્રદેશમાં કોરોનાના કેસોની સંખ્યા ૨૦૦થી ઉપર પહોંચી ચુકી છે. બીજી બાજુ વડાપ્રધાનની અપીલ બાદ તંત્ર દ્વારા વધુ કઠોર નિયંત્રણો અમલી કરાયા છે.

(7:54 pm IST)