Gujarati News

Gujarati News

News of Sunday, 5th April 2020

કોરોના : દુનિયાભરમાં ભારે હાહાકાર યથાવતરરીતે જારી

૨૦૬ દેશોમાં મોતનો આંકડો ૬૫૬૦૦થી ઉપર : ગંભીરરીતે રહેલા દર્દીની સંખ્યા પણ ૪૪૦૦૦થી ઉપર

નવી દિલ્હી,તા. ૫ : કોરોના વાયરસના લીધે દુનિયાભરમાં હાહાકારની સ્થિતિ વચ્ચે છેલ્લા ૨૪ કલાકના ગાફ્રામાં જ હજારોની સંખ્યામાં નવા કેસો સપાટી ઉપર આવ્યા છે અને હજારોની સંખ્યામાં જ લોકોના મોત પણ થયા છે. વિશ્વભરમાં કોરોનાથી મોતનો આંકડો વધીને ૬૫૬૦૦ સુધી પહોંચ્યો છે. ૪૪૬૩૩ લોકો હજુ પણ જીવન મરણ વચ્ચે છે જેથી મોતનો આંકડો ખુબ વધી શકે છે. કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યા ૧૨૧૩૧૯૯ સુધી પહોંચી છે. દરરોજ કેસોની સંખ્યામાં ચિંતાજનકરીતે વધારો થઇ રહ્યો છે. ગંભીર રીતે બિમારીના સકંજામાં રહેલા લોકોની સંખ્યા હજારોમાં છે.જે કુલ કેસોના ૨૧ ટકા જેટલી છે.  વાયરસને કાબુમાં લેવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં રોગ પર કાબુ લેવામાં સફફ્રતા હાથ લાગી રહી નથી. ભારે હાહાકાર જારી છે. મોતનો આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે. ચીનમાં સ્થિતી ધીમે ધીમે કાબુમાં આવી રહી છે. ચીનમાં નવા કેસો અને મોતનો આંકડો ઝડપથી ઘટી રહ્યો છે.

              જે સંકેત આપે છે કે ચીનમાં કોરોના પર અંકુશ મુકવામાં હવે સફફ્રતા મફ્રી રહી છે. જે ત્યાંના લોકો માટે મોટી રાહતની બાબત છે. દુનિયાના દેશો તેની સામે લડી રહ્યા છે પરંતુ કોરોનાના કારણે કેસો અને મોતના આંકડા પર અંકુશ મુકવામાં સફફ્રતા મફ્રી રહી નથી. હાલમાં વિશ્વમાં આશરે ત્રણ અબજ લોકો લોકડાઉનમાં જીવન ગાફ્રી રહ્યા છે. કોરોના વાયરસનો આ આંકડો દરિયામાં પાણીની એક બુંદ સમાન છે. કારણ કે વાયરસના કારણે અસરગ્રસ્ત લોકોની સંખ્યા વિશ્વમાં ખુબ વધારે છે. કેટલાક દેશોમાં તો હવે માત્ર એવા જ દર્દીઓની સારવાર ચાલી રહી છે. જેમને હોસ્પિટલમાં સારવાર આપવાની જરૂર છે.  ચીન સરકાર દ્વારા યુદ્ધના ધોરણે પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં વાયરસ પર સંપૂર્ણ કાબુ મેફ્રવી શકાયો નથી.

         સ્થિતી ચીનમાં સુધરી રહી છે. કોરોના કહેર હજુ જારી રહી શકે છે. દુનિયાના દેશો માની રહ્યા છે કે હજુ એપ્રિલના મહિના સુધી તેનો આતંક યથાવત રીતે જારી રહી શકે છે. કારણ કે કેસોની સંખ્યા વધી છે. હજુ ગંભીર રીતે અસરગ્રસ્ત રહેલા દર્દીઓની સંખ્યા હજારોમાં રહેલી છે. આવી સ્થિતીમાં દુનિયાના દેશમાં રિક્વરીમાં સમય લાગી શકે છે. અમેરિકા, ઇટાલી, સ્પેન સહિતના દેશોમાં સ્થિતી વણસી ગઇ છે. જ્યારે ચીન, દક્ષિણ કોરિયા અને જાપાન સહિતના દેશોમાં સ્થિતી હફ્રવી કરવામાં  આવી રહી છે.  યુરોપમાં ઇટાલી બાદ હવે સ્પેન અમે અમેરિકા પણ ભારે મુશ્કેલી છે. સ્પેનમાં હવે ચીન કરતા વધારે કેસો થઇ ચુક્યા છે. આવી સ્થિતીમાં લોકડાઉનના નિયમોને વધારે કઠોર કરવામાં આવી રહ્યા છે. સૌથી અસરગ્રસ્ત દેશોમાં અમેરિકા, ઇટાલી, ચીન, ફ્રાન્સ અને જર્મનીનો સમાવેશ થાય છે. ચીનમાં આ વાયરસ ફેલાઇ જતા પહેલા સેન્ટ્રલ હુબેઇ પ્રાંતમાં ડિસેમ્બર માસમાં પ્રથમ કેસ સપાટી પર આવ્યો હતો. માત્ર ચીનમાં જ નહીં બલ્કે દુનિયાના અન્ય દેશો પણ કોરોના વાયરસના કારણે પરેશાન છે.

વિશ્વભરમાં કોરોના.....

૨૦૫ દેશોમા હાલત ખરાબ થઇ છે

કોરોના વાયરસનો હાહાકાર દુનિયાના દેશોમાં જારી રહ્યો છે.  કોરોનાના કારણે દુનિયામાં સ્થિતી નીચે મુજબ છે

વિશ્વના કુલ દેશો પ્રભાવિત............................ ૨૦૬

વિશ્વના કુલ દેશોમાં કેસોની સંખ્યા........ ૧૨૧૩૧૯૯

વિશ્વના કુલ દેશોમાં મોત.......................... ૬૫૬૦૦

વિશ્વના દેશોમાં રિકવર લોકોની સંખ્યા.... ૨૫૩૫૯૭

ગંભીરરીતે અસરગ્રસ્ત લોકોની સંખ્યા....... ૪૪૬૨૩

માઇલ્ડ કેસોની સંખ્યા............................ ૬૦૫૭૧૧

એક્ટિવ કેસોની સંખ્યા........................... ૮૯૪૦૦૨

(7:53 pm IST)