Gujarati News

Gujarati News

News of Sunday, 5th April 2020

સ્પેનમાં સ્થિતિ બેકાબૂ : ૨૪ કલાકમાં જ ૧,૨૨૦ના મોત

સ્પેનમાં કેસોની સંખ્યામાં ૧૧૫૬૦નો વધારો : સ્પેનમાં ગંભીરરીતે રહેલા દર્દીઓની સંખ્યા હજુ ૭૦૦૦

મેડ્રીડ,તા. ૫  : સ્પેનમાં પણ અમેરિકા જેવી જ હાલત બનેલી છે. અહીં પણ સ્થિતિ કાબૂ બહાર જતી રહી છે. દરરોજ હજારો લોકોના મોત થઇ રહ્યા છે અને હજારોની સંખ્યામાં નવા કેસો સપાટી ઉપર આવી રહ્યા છે. આરોગ્યની વ્યવસ્થા ખુબ સારી હોવા છતાં તંત્રના પગલા અપુરતા સાબિત થઇ રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકના ગાફ્રામાં જ સ્પેનમાં દહેશત ફેલાવે તે રીતે ૧૨૨૦ લોકોના મોત થઇ ચુક્યા છે જ્યારે નવા કેસોની સંખ્યા ૧૧૫૬૦ રહી છે. આની સાથે જ સ્પેનમાં મોતનો આંકડો વધીને ૧૨૪૧૮ સુધી પહોંચ્યો છે જ્યારે કેસોની સંખ્યા ૧૩૦૭૫૯ સુધી પહોંચી છે. છેલ્લા ૭૨ કલાકના ગાફ્રામાં જ સ્પેનમાં ૩૦૦૦થી વધુ લોકોના મોત થયા છે.  આનો અર્થ એ થયો કે કે કોરોના ફેલાવાની ગતિ સ્પેનમાં હાલમાં સૌથી વધારે જોવા મફ્રી રહી છે. મોત અને કેસોની સંખ્યા ચિંતાજનકરીતે વધી રહી છે. સ્થિતી હાલમાં બેકાબુ બનેલી છે. સ્પેનમાં ગંભીર રહેલા લોકોની સંખ્યા છ હજાર કરતા વધારે છે.

          જે સંકેત આપે છે કે સ્થિતી હજુ વણસી શકે છે. દુનિયાના દેશોમાં લોકડાઉનના નિયમો હાલમાં અમલી છે. ૩૦મી જાન્યુઆરીના દિવસે પ્રથમ કેસ સપાટી ઉપર આવ્યા બાદથી સ્પેનમાં જે રીતે મોતનો આંકડો વધ્યો છે તેનાથી હાહાકારમ મચી ગયો છે.સકંજાથી બચી શક્યા નથી. સ્પેનની રાજકુમારી મારિયા ટેરેસાનું કોરોના વાયરસના પરિણામ સ્વરુપે અવસાન થયું હતું. ૩૦મી જાન્યુઆરીના દિવસે પ્રથમ કેસ નોંધાયા બાદથી હજુ સુધી સ્પેનમાં કેસોની સંખ્યા અવિરત  દુનિયાભરમાં લાખો લોકોને સકંજામાં લઇ ચુકેલા કોરોના વાયરસના કારણે સ્પેનમાં હાલત અતિ ખાબ થઇ ચુકી છે. છેલ્લા ૨૪ કલાકના ગાફ્રામાં જ સ્પેનમાં જીવલેણ કોરોના વાયરસના કારણે ૧૨૨૦ લોકોના મોત થઇ ચુક્યા છે.

કોરોનાથી વિશ્વમાં હાહાકાર

મોતનો આંકડો ૬૫૬૦૦થી પણ ઉપર પહોંચ્યો

બેજિંગ, તા. ૫ : કોરોના વાયરસના કારણે વિશ્વભરમાં મોતનો આંકડો ૬૫૬૦૦ સુધી પહોંચી ચુક્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં જ ગાફ્રામાં જ હજારો લોકોના મોત થયા છે. હજુ ગંભીરરીતે રહેલા દર્દીઓની સંખ્યા ૪૪૦૦૦થી વધારે હોવાથી કોરોના વાયરસથી મોતનો આંકડો ક્યાં પહોંચશે તેને લઇને દહેશત વ્યક્ત કરવામાં આવે તે સ્વાભાવિક છે. કુલ કેસોની સંખ્યા ૧૨૧૩૧૯૯ સુધી પહોંચી છે. વિશ્વમાં ૨૦૬ દેશો કોરોનાથી ગ્રસ્ત રહ્યા છે. સ્થિતિ નીચે મુજબ છે.

દેશ

કુલ કેસ

નવા કેસ

મોતનો આંકડો

અમેરિકા

૩૧૧૬૩૭

૩૪૧૬૨

૮૪૫૪

સ્પેન

૧૩૦૭૫૯

૧૧૫૬૦

૧૨૪૧૮

ઇટાલી

૧૨૪૬૩૨

-

૧૫૩૬૨

જર્મની

૯૬૧૦૮

૧૬

૧૪૪૪

ફ્રાંસ

૮૯૫૫૩

-

૭૫૬૦

ચીન

૮૧૬૬૯

૩૦

૩૩૨૯

ઈરાન

૫૮૨૩૬

૨૪૪૩

૩૬૦૩

યુકે

૪૧૯૦૩

-

૪૩૧૩

તુર્કી

૨૩૯૩૪

-

૫૦૧

સ્વિસ

૨૦૫૧૦

૦૫

૬૬૬

બેલ્જિયમ

૧૯૬૯૧

૧૨૬૦

૧૪૪૭

નેધરલેન્ડ

૧૬૬૨૭

-

૧૬૫૧

કેનેડા

૧૪૦૧૮

૧૦૬

૨૩૩

ઓસ્ટ્રિયા

૧૧૮૫૦

૬૯

૨૦૪

પોર્ટુગલ

૧૦૫૨૪

-

૨૬૬

બ્રાઝિલ

૧૦૩૬૦

-

૪૪૫

દક્ષિણ કોરિયા

૧૦૨૩૭

૮૧

૧૮૩

ઇઝરાયેલ

૮૦૧૮

૧૬૭

૪૬

સ્વિડન

૬૪૪૩

-

૩૭૩

ઓસ્ટ્રેલિયા

૫૬૮૭

૧૩૭

૩૩૪

નોર્વે

૫૬૪૫

૯૫

૬૨

રશિયા

૪૭૩૧

-

૪૩

આયર્લેન્ડ

૪૬૦૪

-

૧૩૭

ચેક

૪૪૭૫

-

૬૨

ચીલી

૪૧૬૧

-

૨૭

ડેન્માર્ક

૪૦૭૭

-

૧૬૧

રોમાનિયા

૩૮૬૪

-

૧૪૮

પોલેન્ડ

૩૮૩૪

-

૮૪

મલેશિયા

૩૬૬૨

-

૬૧

ભારત

૩૫૮૮

-

૯૯

(7:50 pm IST)