Gujarati News

Gujarati News

News of Sunday, 5th April 2020

ચીનથી ખાસ તબીબી સાધન ભારત પહોંચ્યા : ઉંડાણ જારી

કોરોના સામે તબીબોની તકલીફ ઓછી કરાઈ છે : લોકડાઉનના કારણે ભારતમાં ફસાયેલા ફ્રાંસ, જર્મની અને આઈરીશ નાગરિકોને પહોંચાડવા માટે પણ વ્યવસ્થા થઇ

નવી દિલ્હી, તા. ૫ : કોરોના વાયરસ સામે જારી જંગમાં તબીબોને કોઇપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. સરકારી વિમાન કંપની એર ઇન્ડિયા દિલ્હી અને ચીની શહેર શાંઘાઈ સુધી અનેક કાર્ગો ઉંડાણ ભરવા માટે તૈયાર છે. એટલું જ નહીં બલ્કે દેશમાં ફસાયેલા વિદેશી નાગરિકોને તેમના દેશમાં પહોંચાડવા માટે પણ એર ઇન્ડિયા ૧૮ ચાર્ડર્ડ ફ્લાઇટોનું સંચાલન કરી રહી છે. આ તમામ ઉંડાણ બીજીસીએ દ્વારા નિર્ધારિત તમામ સુરક્ષા પ્રોટોકોલના પાલન કરીને હાથ ધરવામાં આવી છે. એર ઇન્ડિયાના પ્રવક્તાએ કહ્યું છે કે, શાંઘાઈથી મહત્વના તબીબી સાધનો અને અન્ય ચીજવસ્તુઓને લાવવા માટે દિલ્હી-શાંઘાઈ માર્ગ ઉપર કાર્ગો ઉંડાણોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. આ ઉંડાણ નવમી એપ્રિલ સુધી ચાલનાર છે. લોકડાઉનના પરિણામ સ્વરુપે ભારતમાં ફસાયેલા જર્મની, ફ્રાન્સિસી, આઈરીશ અને કેનેડિયન નાગરિકોને પરત જવા માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે જેના ભાગરુપે ૧૮ ચાર્ટર્ડ વિમાનોની સેવા શરૂ કરવામાં આવી છે.

      જર્મની અને ફ્રાંસના નાગરિકોને પહોંચાડવા માટે ફ્રેન્કફર્ટ અને પેરિસ માટેની ઉંડાણ હાથ ધરવામાં આવશે. અન્ય દેશોના નાગરિકો માટે યુકેના લંડન હિથ્રો વિમાની મથક સુધી લઇ જવાની વ્યવસ્થા કરવામાં આવશે જ્યાંથી કેનેડા અને આયર્લેન્ડ આગફ્રની યાત્રાની વ્યવસ્થા કરશે. આ ચાર્ટડ વિમાનોની સેવા પહેલાથી જ શરૂ કરવામાં આવી ચુકી છે. તબીબી સાધનોની કોઇ તકલીફ ન પડે તે માટે આ ઓપરેશન હાથ ધરવામાં આવે છે. સરકારની મિશન લાઇફલાઈન ઉંડાણ યોજનાના એકભાગના રુપે એર ઇન્ડિયા અને એલાયન્સ એર દ્વારા તબીબી સાધનો અન્ય વસ્તુઓ માટે ૭૯ ચાર્ટડ વિમાનોની સેવા જારી રાખતા તબીબોની સમસ્યાઓ મોટાભાગે ઉકેલાઈ ગઈ છે.

(7:50 pm IST)