Gujarati News

Gujarati News

News of Sunday, 5th April 2020

મુંબઈના સ્લમ ધારાવીમાં વધુ એક કેસ સપાટી ઉપર

ધારાવીમાં કેસોની સંખ્યા વધીને છ થઇ : એશિયાના સૌથી મોટા એવા ઝુંપડપટ્ટી વિસ્તારમાં લોકલ ટ્રાન્સમિશનનો ખતરો વધુ હોવાથી બીએમસી ખુબ સક્રિય

મુંબઈ, તા.૫ : એશિયાની સોથી મોટા સ્લમ વિસ્તાર ગણાતા મુંબઈના ધારાવી વિસ્તારમાં કોરોનાનો વધુ એક દર્દી મફ્રી આવ્યો છે. ધારાવીમાં પોઝિટિવ મફ્રેલા આ દર્દીને સરકારી હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે. ધારાવીમાં મફ્રેલા વ્યક્તિની હાલત સ્થિર દર્શાવવામાં આવી છે. બીજી બાજુ બીએમસી દ્વારા એવા અહેવાલને રદિયો આપવામાં આવ્યો  છેકે, ધારાવીમાં ૧૪ પોઝિટિવ દર્દીઓ આવી ચુક્યા છે. શનિવારના દિવસે પણ ધારાવીમાં બે નવા પોઝિટિવ કેસ મફ્રી આવ્યા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ધારાવી વિસ્તારમાં ૫૬ વર્ષીય એક વ્યક્તિનું કોરોનાથી મોત થઇ ચુક્યું છે. બીએમસી દ્વારા ઉંડી શોધખોફ્ર હાથ ધરવામાં આવી ચુકી છે. ધારાવીમાં હજુ સુધી કુલ છ કેસ સપાટી ઉપર આવી ચુક્યા છે. મુંબઈના ધારાવીના જે વિસ્તારમાં કોરોનાના પોઝિટિવ દર્દી મળ્યા છે ત્યાં હજારોની સંખ્યામાં ઝુંપડપટ્ટી રહેલી છે. આવી સ્થિતિમાં આ વિસ્તારમાં કોરોના વાયરસ ફેલાઈ જવાનો ખતરો વધી ગયો છે. આને ધ્યાનમાં લઇને અધિકારીઓ વચ્ચે પણ દહેશત દેખાઈ રહી છે. ઝુંપડપટ્ટીની વસતી વધારે છે ત્યારે કોરોનાના દર્દી મળ્યા બાદ અધિકારી આ વાયરસને રોકવા માટે દરેક પ્રયાસ કરી રહ્યા છે.

     મુંબઈની ઝુંપડપટ્ટી અને ચાલીઓમાં આ વાયરસના ઝડપથી ફેલાવવાની શંકા વધી ગઇ છે. અહીં કાબૂ મેફ્રવવાની બાબત મુશ્કેલ દેખાઈ રહી છે. આ વાયરસને રોકવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગની બાબત જરૂરી બની છે અને ઝુંપડપટ્ટીમાં આ બાબત શક્ય દેખાઈ રહી નથી. નાના રુમમાં અનેક લોકો એક સાથે રહે છે. હજુ સુધી ઝુંપડપટ્ટીમાં નવથી વધુ કેસો નોંધાઈ ચુક્યા છે. ઝુંપડપટ્ટીની વસ્તીમાં મોટાભાગના મકાનમાં ટીનની છતો રહેલી છે. અહીં રહેલા લોકો સામૂદાયિક શૌચાલયોનો ઉપયોગ કરે છે. ચાલીઓમાં નાનકડા રુમમાં ૧૦ જેટલા લોકો રહે છે. ભારે વસ્તી ધરાવનાર મુંબઈના ધારાવી વિસ્તારમાં કોરોના અસરગ્રસ્ત એક વ્યક્તિના મોત બાદ ગયા ગુરુવારના દિવસે એક અન્ય વ્યક્તિને વાયરસની અસર જોવા મફ્રી હતી. આની સાથે જ ભારે ખફ્રભફ્રાટ મચી ગયો હતો.

     કોરોનાથી મોત બાદ ધારાવીમાં વધુ એક પોઝિટિવ કેસ આવતા ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું. આજે વધુ એકકેસ સપાટી ઉપર આવ્યો છે.આની સાથે જ કેસોની સંખ્યા વધીને છ ઉપર પહોંચી છે. મુંબઈમાં પણ કેસોની સંખ્યામાં ચિંતાજનકવધારો થતાં આરોગ્યતંત્ર સજ્જ છે.

(7:48 pm IST)