Gujarati News

Gujarati News

News of Sunday, 5th April 2020

દેશમાં માર્કેટ મૂડીની દ્રષ્ટિએ RIL ફરીવખત પ્રથમ ક્રમે

ટીસીએસને છેલ્લા સપ્તાહમાં ભારે નુકસાન થયું : ટીસીએસ માર્કેટ મૂડી ૬૧૬૧૪ ઘટી : અહેવાલમાં દાવો

મુંબઈ, તા. ૫ : શેરબજારમાં છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન ૧૦ કંપનીઓ પૈકીની ૭ કંપનીઓની માર્કેટ મૂડીમાં ૨.૮૨ લાખ કરોડ રૂપિયાનું ભારે નુકસાન થયું છે. ટીસીએસ અને એચડીએફસી બેંકને સૌથી વધારે નુકસાન થયું છે. કોટક મહિન્દ્રા બેંકને પણ ભારે નુકસાન થયું છે. વૈશ્વિક નાણાંકીય બજારો ઉપર કોરોના વાયરસની અભૂતપૂર્વ અસર થયા બાદ છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન બીએસઈ સેંસેક્સમાં ૨૨૨૫ પોઇન્ટનો અથવા તો ૭.૪૬ ટકાનો ઘટાડો થયો હતો. છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન ટીસીએસની માર્કેટ મૂડીમાં સૌથી વધુ ૬૧૬૧૪.૧૫ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. આની સાથે જ તેની માર્કેટ મૂડી ઘટીને ૬૨૦૭૯૪.૫૩ કરોડ થઇ ગઇ છે. એચડીએફસી બેંકની માર્કેટ મૂડીમાં ૫૦૧૯૯.૪૯ કરોડ રૂપિયાનો ઘટાડો થતાં તેની માર્કેટ મૂડી ઘટીને ૪૪૬૦૬૫.૩૫ કરોડ થઇ છે. ઇન્ફોસીસ, એચડીએફસી, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક મહિન્દ્રાની માર્કેટ મૂડીમાં પણ ઘટાડો થયો છે.

           ભારતી એરટેલની માર્કેટ મૂડી પણ આ ગાફ્રા દરમિયાન ઉલ્લેખનીયરીતે ઘટી ગઈ છે. આની વિરુદ્ધમાં બજારમાં ભારે અંધાધૂંધીનો માહોલ હોવા છતાં આઈટીસી અને આરઆઈએલની માર્કેટ મૂડીમાં વધારો થયો છે. હિન્દુસ્તાન યુનિલીવરની માર્કેટ મૂડી પણ વધી છે. આઈટીસીની માર્કેટ મૂડીમાં આ ગાફ્રા દરમિયાન ૧૮૩૧૫.૪૨ કરોડ રૂપિયાનો વધારો થયો છે જ્યારે આરઆઈએલની માર્કેટ મૂડી ૮૦૫૦.૮૭ કરોડ રૂપિયા વધી છે જેથી તેની મૂડી વધીને ૬૮૩૪૯૯.૮૨ કરોડ થઇ છે. ટોચની ૧૦ કંપનીઓની વાત કરવામાં આવે તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડની માર્કેટ મૂડીમાં વધારો થયા બાદ અને ટીસીએસની મૂડી ઘટી ગયા બાદ આરપ્આઈએલની માર્કેટ મૂડી સૌથી વધારે નોંધાઈ છે જ્યારે ટીસીએસ બીજા સ્થાને અને એચયુએલ ત્રીજા સ્થાને છે. આવતીકાલથી સત્ર શરૂ થયા બાદફરી એકવાર નવા સપ્તાહમાં સ્પર્ધા માર્કેટ મૂડીને લઇને રહી શકે છે.

માર્કેટ મૂડીમાં ઘટાડો.....

મુંબઈ,તા.૫ : શેરબજારમાં છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની ૭ કંપનીઓની માર્કેટ મૂડીમાં સંયુક્તરીતે ઉલ્લેખનીયરીતે ઘટાડો થયો છે. શેરબજારમાં છેલ્લા સપ્તાહમાં ટીસીએસની માર્કેટ મૂડીમાં સૌથી વધુ ઘટાડો થયો છે. કઈ કંપનીની માર્કેટ મૂડીમાં કેટલો ઘટાડો થયો તે નીચે મુજબ છે.

કંપની

માર્કેટ મૂડીમાં ઘટાડો

કુલ માર્કેટ મૂડી

ટીસીએસ

૬૧૬૧૪.૧૫

૬૨૦૭૯૪.૫૩

એચડીએફસી બેંક

૫૦૧૯૯.૪૯

૪૪૬૦૬૫.૩૫

કોટક મહિન્દ્રા

૪૯૩૩૨.૦૭

૨૧૮૦૨૧.૧૮

એચડીએફસી

૪૪૧૦૨.૨૬

૨૫૯૭૦૩.૨૨

આઈસીઆઈસીઆઈ

૩૪૬૯૧.૭૪

૧૮૫૪૩૬.૮૨

ઇન્ફોસીસ

૨૮૯૯૬.૭૪

૨૪૯૩૪૨.૭૨

ભારતી એરટેલ

૧૩૬૧૧.૬૨

૨૩૧૨૮૮.૩૫

નોંધ : તમામ આંકડા કરોડમાં છે.

માર્કેટ મૂડીમાં વધારો.....

મુંબઈ,તા.૫ : શેરબજારમાં છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની ત્રણ કંપનીઓની માર્કેટ મૂડીમાં વધારો થયો છે. કઈ કંપનીની માર્કેટ મૂડીમાં કેટલો વધારો થયો તે નીચે મુજબ છે.

કંપની

માર્કેટ મૂડીમાં વધારો

કુલ માર્કેટ મૂડી

આઈટીસી

૧૮૩૧૫.૪૨

૨૧૮૫૫૫.૮૭

આરઆઈએલ

૮૦૫૦.૮૭

૬૮૩૪૯૯.૮૨

એચયુએલ

૨૮૭૮.૩૭

૪૬૬૨૧૦.૦૨

નોંધ : તમામ આંકડા કરોડમાં છે.

(7:47 pm IST)