Gujarati News

Gujarati News

News of Sunday, 5th April 2020

કોરોના વાયરસને હરાવી નથી શકતા તો, લોકડાઉન બાદના પ્લાનિંગ પર કામ કરે સરકાર: રઘુરામ રાજન

રાજને આ બ્લોગનું ટાઈટલ 'હાલના દિવસોમાં ભારત માટે સૌથી મોટી ચૂનોતી' રાખ્યુ

નવી દિલ્હી : કોરોના વાયરસની મહામારીના કારણે ભારતીય અર્થવ્યવસ્થાની હાલત પર દેશના પૂર્વ RBI ગર્વનર રઘુનામ રાજને એક બ્લોગ લખ્યો છે. રઘુરામ રાજને આ બ્લોગનું ટાઈટલ 'હાલના દિવસોમાં ભારત માટે સૌથી મોટી ચૂનોતી' રાખ્યુ છે. જેમાં તેમણે કેટલાકક સંભવિત પગલાઓ વિશે જાણકારી આપી છે. જેથી આર્થિક સંકટથી બચી શકાય. તેમણે કહ્યુ કે, લોકડાઉનના કારણે ભારતીય અર્થવ્યવસ્થા માટે આ સંકટની સ્થિતિ છે 

રઘુરામ રાજને લખ્યુ છે કે, અર્થવ્યવસ્થાના નજરથી વાત કરૂ તો, ભારતની સામે વસ્તી બાદ સૌથી મોટો પડકાર છે. છેલ્લા અઠવાડીયામાં સામે આવેલ રિપોર્ટ પ્રમાણે Covid-19 ના કારણે ભારતમાં 13.6 કરોડ નોકરીઓ પર જોખમ છે.

રાજને કહ્યુ કે, વર્ષ 2008-09 નાણાકિય સંકટના સમયમાં માગને મોટો ઝટકો લાગ્યો હતો, પરંતુ ત્યારે કર્મચારી કામ પર જતા હતા. ત્યારબાદ આગામી સમયમાં કંપનીઓએ જબરદસ્ત ગ્રોથ દેખાડી હતી. અમારી નાણાકિય સિસ્ટમ મજબૂત હતી અને સરકારની નાણાકિય સ્થિતિ પર સારી હતી.

તેમણે સરકારને આ મહામારી ખતમ થયા બાદની પ્લાનિંગ માટે આગ્રહ કરતા કહ્યુ છે કે, જો વાયરસને હરાવી નથી શકતા તો, લોકડાઉન બાદના પ્લાનિંગ પર કામ કરવું પડશે. દેશવ્યાપી કક્ષાએ વધુ દિવસો સુધી લોકડાઉન કરવુ ખૂબ મુશ્કેલ છે. આ સ્થિતિમાં આપણે આગામી દિવસોમાં કેટલીક પ્રવૃત્તિઓ કેવી રીતે શરૂ કરી શકીએ તેના પર ધ્યાન આપવું જોઈએ. અર્થવ્યવસ્થાને પુન: શરૂ કરવા માટે, રાજને સૂચન આપ્યું કે, તંદુરસ્ત યુવાનોને કાર્યસ્થળ નજીક હોસ્ટેલમાં રાખી શકાય.

રાજને લખ્યુ છે કે, કારણ કે ઉત્પાદનની સપ્લાઈ ચેન સુનિશ્વિત કરવા માટે મેન્યુફેક્ચરિંગને સૌથી પહેલા એક્ટિવ કરવુ પડશે. એવામાં આ વાતની પ્લાનીંગ કરવી જોઈએ કે, કેવી રીતે આ પૂરી સપ્લાઈ ચેનન ફરીથી કામ કરશે. તે માટે પ્રશાસનિક ઢાંચાને ખૂબ જ જલ્દી અને પ્રભાવી રીતથી પ્લાનિંગ કરવુ જોઈએ. આ વિશે અત્યારથી જ વિચાર કરવામાં આવી રહ્યો છે.

 

તેમણે ભારત માટે રાજકોષીય ખાધની ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યુ કે, અમારા માટે સીમિત નાણાકીય ખાધ ખરેખર ચિંતાનો વિષય છે. જોકે, વર્તમાન પરિસ્થિતિમાં સૌથી વધારે જરૂરી વસ્તુઓ પર વપરાશ તેના ઉપયોગને મહત્વ આપવુ જોઈએ. ભારત જેવા મર્જ રાષ્ટ્ર તરીકે તે વધુ સારું રહેશે. તદઉપરાંત, Covid-19 સામે લડવું તે યોગ્ય પગલું હશે.

(6:41 pm IST)