Gujarati News

Gujarati News

News of Sunday, 5th April 2020

અમેરિકામાં ૨૪ કલાકમાં જ ૧,૦૫૨ લોકોએ દમ તોડ્યો

માત્ર ૨૪ કલાકમાં હજારો કેસ સપાટી ઉપર : રાત્રિ ગાફ્રામાં જ મૃતદેહોને બહાર કાઢવામાં આવી રહ્યા છે : લોકોમાં ભય ન ફેલાય તે માટે સાવચેતીથી દફનવિધિ

વોશિગ્ટન,તા.૫ : અમેરિકામાં કોરોના વાયરસના કારણે ભારે હાલત કફોડી બની ગઈ છે. અમેરિકી તંત્ર પણ બિલકુલ નિસહાય બન્યું છે. કેસો અને મોતનો આંકડો રેકોર્ડગતિથી વધી રહ્યો છે. આ જોતા અમેરિકામાં મોતનો આંકડો જેવી દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યાં સુધી પહોંચવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. છેલ્લા ૨૪ કલાકના ગાફ્રામાં જ અમેરિકામાં વધુ ૧૦૫૨ લોકોના મોત થઇ ગયા છે જ્યારે ૩૪૦૦૦થી પણ વધુ નવા કેસો ૨૪ કલાકના ગાફ્રામાં જ સપાટી ઉપર આવ્યા છે. અમેરિકામાં મોતનો દર ખુબ ઉંચો દેખાઈ રહ્યો છે. ઇટાલી, સ્પેનમાં પણ મોતનો આંકડો ઝડપથી વધી રહ્યો છે પરંતુ છેલ્લા બે ત્રણ દિવસમાં કોરોનાના કારણે કેસોની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો થયો છે. સૌથી કફોડી હાલત ન્યુયોર્કમાં જોવા મફ્રી રહી છે. સ્થિતિ એવી ઉભી થઇ છે કે, મોતના આંકડાને લઇને લોકો ભયભીત ન બને તે માટે રાત્રિગાફ્રામાં મૃતકોને બહાર લઇ જવામાં આવી રહ્યા છે.

          દિવસમાં આવી કોઇ ગતિવિધિ ચાલી રહી નથી. ન્યુયોર્કમાં આ પ્રકારની સ્થિતિ ઉપરાંત અમેરિકામાં અન્ય એવા વિસ્તારો પણ છે જ્યાં સ્થિતિ બેકાબૂ બનેલી છે. અમેરિકામાં હાલત એટલી ખરાબ થઇ છે કે, દરેક અઢી મિનિટમાં એક વ્યક્તિનું મોત થઇ રહ્યું છે. કોરોનાની સૌથી વધારે અસર ન્યુયોર્કમાં થઇ છે. ન્યુયોર્ક હવે કોરોના વાયરસના ગઢ ગણાતા ચીનના હુબેઇ પ્રાંતથી પણ આગફ્ર નિકફ્રી ચુક્યું છે. અહીં પોઝિટિવ કેસોની સંખ્યા રેકોર્ડ ગતિથી વધી રહી છે. ન્યુયોર્કમાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યા એટલી વધારે છેકે,કે લાશોની દફનવિધિ માટે મુશ્કેલી પડી રહી છે. દુનિયામાં સૌથી વધારે કોરોના પોઝિટીવ કેસોની સંખ્યા હવે અમેરિકામાં નોંધાઇ ચુકી છે.  અમેરિકામાં ટ્રમ્પ સરકાર હવે વાયરસથી બચાવ માટે આશરે ૧૫ દિવસ પહેલા જારી કરવામાં આવેલી ગાઇડલાઇન્સને ૩૦ દિવસ માટે વધારી દેવા માટે તૈયાર થઇ છે. ચીનમાં વાયરસ પર અભ્યાસ કરવામાં આવ્યા બાદ જાણવા મળ્યુ છે કે હાઇ બ્લડ પ્રેશર, ડાયાબિટીસના દર્દીઓ વહેલી તકે શિકાર થાય છે.દુનિયામાં કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત દેશમાં અમેરિકામાં છે. સરકારને એવી દહેશત રહેલી છે કે આ કોરોના વાયરસના કારણે આવનાર દિવસોમાં અમેરિકામાં એકથી ૨.૪ લાખ લોકોના મોત થઇ શકે છે.  અમેરિકામાં હજુ પણ ગંભીર દર્દીઓની સંખ્યા ૮૦૦૦થી ઉપર છે.

અમેરિકા સામે આફત....

અમેરિકાની પણ નિસહાય જેવી સ્થિતી

વોશિગ્ટન,તા.  ૫ : અમેરિકામાં કોરોના વાયરસના કારણે ભારે હાલત કફોડી બની ગઈ છે. અમેરિકી તંત્ર પણ બિલકુલ નિસહાય બન્યું છે. કેસો અને મોતનો આંકડો રેકોર્ડગતિથી વધી રહ્યો છે. આ જોતા અમેરિકામાં મોતનો આંકડો જેવી દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યાં સુધી પહોંચવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.૨૦મી જાન્યુઆરીના દિવસે અમેરિકામાં કોરોનાનો પ્રથમ કેસ સપાટી પર આવ્યો હતો. અમેરિકામાં કોરોના વાયરસ નીચે મુજબ છે.

મોતનો કુલ આંકડો થયો............................. ૮૪૫૪

કુલ કેસોની સંખ્યા થઇ.......................... ૩૧૧૬૩૭

નવા કેસો નોંઘાયા.................................... ૩૪૧૬૨

૨૪ કલાકમાં મોત...................................... ૧૦૫૨

ગંભીર અસરગ્રસ્ત...................................... ૮૨૦૬

રિકવર લોકો........................................... ૧૪૮૨૮

એક્ટિવ કેસોની સંખ્યા........................... ૨૮૮૩૫૫

(7:52 pm IST)