Gujarati News

Gujarati News

News of Sunday, 5th April 2020

તબગિલી જમાતીઓના કારણે ગુજરાતમાં કોરોનાનો કહેર વધ્યો

નવી દિલ્હી  : દિલ્હીમાં નિઝામુદ્દીન તબગિલી જમાતી મરકજ માંથી નીકળેલા લોકો દેશભરમાં પહોંચી ગયા છે. ત્યારે ગુજરાતમાં પણ આવેલા આવા શખ્સો કોરોના ના ઝપેટમાં આવી રહ્યાં છે. અમદાવાદમાં આજે 6 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો હજી સુધી કોરોનાની પહોંચથી દૂર રહેલા છોટાઉદેપુરને પણ કોરોના અડી ગયો છે. તબગિલી જમાત થી પરત ફરેલા શખ્સને કારણે છોટાઉદેપુરમાં હવે કોરોના પહોંચી ગયો છે. છોટાઉદેપુરમાં કોરોનાનો પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો છે.

દિલ્હી મરકજ ગયેલ બોડેલીના શખ્સનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પાવીજેતપુરના 2 અને બોડેલીનો એક શખ્સ ગત 18 ફેબ્રુઆરીના દિલ્હી ગયા હતા અને 20 ફેબ્રુઆરીના રોજ પરત ફર્યા હતા. બે દિવસ પહેલા આ ત્રણ સહિત કુલ આઠ લોકોનાં સેમ્પલ મોકલાયા હતા. મરકજનો મામલો સામે આવતા ત્રણ શંકાસ્પદ દર્દીઓને હોમ ક્વોરેન્ટાઈન કરાયા હતા. ત્યારે હવે બોડેલીમાં પ્રથમ કેસ પોઝિટિવ આવ્યો છે. જિલ્લાનો પ્રથમ કેસ પોઝિટિવ કેસ આવતા તંત્ર દોડતું થયું છે. આ દર્દીના

સંપર્કમાં આવેલ તમામને હોમ ક્વોરેન્ટાઈન કરાશે. હાલ ત્રણેય દર્દીઓને છોટાઉદેપુરના સરકારી દવાખાનામાં આઈસોલેશન વોર્ડમાં શિફ્ટ કરાયા છે.

આજે રવિવારે વડોદરામાં એક પ૪ વર્ષના પુરૂષનો કોરોના પોઝીટીવ રીપોર્ટ આવ્યો

વડોદરા, નાગરવાડાના 54 વર્ષના પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગઈ કાલે જ સયાજી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં તેઓને દાખલ કરાયા હતા. ત્યારે હાલ તેમના પરિવારના ત્રણ સભ્યો અને સંપર્કમાં આવેલ તમામ લોકોને હોમ ક્વોરન્ટાઈન કરાશે. પુરુષ દર્દી કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ન હોવાનું રટણ કર્યું છે, જોકે આરોગ્ય તંત્રને તેમનો જવાબ ગળે ઉતરી નથી રહ્યો. આ દર્દીના દિલ્હીના નિઝામુદ્દીનમાં જમાતના કનેક્શન વિશે પણ હાલ આરોગ્ય વિભાગ દ્વારા તપાસ થઈ રહી છે. આમ, વડોદરાના કોરોનાના કુલ 10 કેસ થયા છે, જેમાંથી 1 મોત અને 4 સાજા થઇ ગયા છે.

(12:03 pm IST)