Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

રાત્રે મીણબત્તી અથવા દિવો પ્રગટાવતાં પહેલાં કૃપયા આલ્કોહોલ આધારિત હેન્ડ સેનેટાઇઝરોના ઉપયોગથી બચો: સરકારે કર્યા સચેત

નવી દિલ્હી: સરકારે શનિવારે લોકોને સચેત કર્યા કે રવિવારે વડાપ્રધાન મોદીની અપીલ પર મીણબત્તી અથવા દિવો પ્રગટાવતાં પહેલાં આલ્કોહોલવાળા હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરે નહી કારણ કે તે જ્વલનશીલ હોય છે.

 વડાપ્રધાન મોદીએ શુક્રવારે લોકોને અપીલ કરી હતી કે પાંચ એપ્રિલના રોજ સામૂહિક એકજૂટતાનું પ્રદર્શન કરવા માટે રાત્રે નવ વાગ્યાને નવ મિનિટ માટે ઘરની લાઇટ બંધ કરો અને દીવો, મીણબત્તી અથવા પોતાના મોબાઇલ ફોનની ટોર્ચ ચાલુ કરો.

 મોદીએ 11 મિનિટ માટે વિડિઓ સંદેશમાં લોકોને ઘરમાં જ રહેવા અને ટોળુ એકઠું ન થવાની અપીલ કરી હતી. પીઆઇબીના પ્રધાન મહાનિર્દેશક કે એસ ધતવાલિયાએ એક મીડિયા બ્રીફિંગમાં કહ્યું, ''આવતીકાલે મીણબત્તી અથવા દિવો પ્રગટાવતાં પહેલાં કૃપિયા આલ્કોહોલ આધારિત હેન્ડ સેનેટાઇઝરોના ઉપયોગથી બચો.

(12:39 am IST)
  • સુરતમાં વધુ એક કોરોના પોઝિટિવ : સુરતમાં આજે ત્રણ કોરોના પોઝિટિવ : અડાજણના આધેડનો રિપોર્ટ પોઝિટિવ : દર્દીની કોઈ ટ્રાવેલ્સ હિસ્ટ્રી નથી : સુરત શહેરના 12 અને ગ્રામ્યના 2 મળીને કુલ 16 કોરોના પોઝિટિવ :રાજ્યમાં કુલ 124 દર્દી : મૃત્યુઆંક 11 access_time 5:09 pm IST

  • મહારાષ્ટ્રમાં નવા હુકમો સુધી કોઇપણ રાજકીય-ધાર્મિક કે સ્પોર્ટના કાર્યક્રમોને મંજૂરી નહિ મળેઃ ઉદ્ધવ ઠાકરેજી access_time 4:32 pm IST

  • 5 એપ્રિલના રોજ રાત્રે 9 વાગ્યે સ્ટ્રીટ લાઈટ ચાલુ રહેશે : ગ્રીડ ફેઈલ થવાનો મેસેજ ખોટો છે : લોકોએ માત્ર ઘરની લાઈટો જ બંધ રાખવાની છે : ઉર્જા મંત્રાલયની સ્પષ્ટતા access_time 6:04 pm IST