Gujarati News

Gujarati News

News of Sunday, 5th April 2020

ભારતમાં ૩૦ રાજ્યોમાં કોરોના કહેરર : કેસોની સંખ્યા ૩,૨૫૬

તમિળનાડુમાં નવા ૭૯ પૈકી ૭૩ કેસ તબલીગી કનેક્શનવાળા : કોરોનાની વિરુદ્ધ જંગ જીતી ચુકેલા લોકોની સંખ્યા વધીને ૨૨૯ ઉપર પહોંચી ગઇ છે : લોકડાઉનની સ્થિતીની વચ્ચે એક દિવસમાં કોરોનાના ૫૨૫ મામલા

નવી દિલ્હી, તા.૪ : વિશ્વમાં ભારે હાહાકાર મચાલી રહેલા કોરોના વાયરસના કારણે ભારતમાં પણ કેસોની સંખ્યામાં હવે ઝડપથી વધારો થઇ રહ્યો છે. દેશના ૩૦ રાજ્યો હવે કોરોનાના સકંજામાં આવી ચુક્યા છે. દેશના તમામ રાજ્યોમાં તેનો ફેલાવો થઇ ગયો છે. સાથે સાથે લોકડાઉનની સ્થિતી વચ્ચે કોરોનાને ફેલાતા રોકવા માટે તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં કેસોની સંખ્યા દરેક રાજ્યોમાં વધી રહી છે. જે ચિંતા ઉપજાવે છે. સાથે સાથે તંત્ર સામે અને અન્યો સામે પડકાર પણ ઉભા કરે છે. આજે કેસોની સંખ્યા વધીને ૩૨૫૬ સુધી પહોંચી ગઇ છે. જ્યારે રિકવર થયેલા લોકોની સંખ્યા વધીને ૨૨૯ સુધી પહોંચી છે. ભારતમાં મોતનો આંકડો પણ વધી રહ્યો છે. મોતનો આંકડો વધીને ૭૦ ઉપર પહોંચી ગયો છે. મોતના આંકડા અને કેસોની સંખ્યામાં હાલમાં વિરોધાભાસની સ્થિતી રહેલી છે. દેશમાં પણ લોકડાઉની સ્થિતી હોવા છતાં અને સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં કેસોની સંખ્યામાં ચિંતાજનકરીતે વધારો થઇ રહ્યો છે. જેના કારણે તમામ ચિંતાતુર છે. તેને અંકુશમાં લેવા માટે સફળતા મળી રહી નથી.

               એક્ટિવ કેસોની સંખ્યા પણ બે હજારથી ઉપર રહેલી છે. મહારાષ્ટ્ર , કર્ણાટક, કેરળ, રાજસ્થાન, તમિળનાડુ, ગુજરાતમાં કેસોની સંખ્યા વધારે રહેલી છે. કેટલાક હોટ સ્પોટ કેન્દ્રો પણ જાહેર કરવામાં આવ્યા છે. કોરોના વાયરસની અસર થયા બાદ સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા વધીને ૨૨૯ સુધી પહોંચી ગઇ છે. યુદ્ધના ધોરણે તમામ પગલા દેશમાં લેવામાં આવી રહ્યા છે. ૨૧ દિવસના લોકડાઉનના ગાળાનો દોર કઠોર રીતે હાલમાં દેશમાં અમલી છે. કેસોની સંખ્યા અને મોતનો આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે.  વડાપ્રધાન મોદી સતત એક્શનમાં છે. સીધીરીતે માહિતી દરરોજ ૨૦૦થી પણ વધુ લોકો પાસેથી મેળવી રહ્યા છે. કોરોના વાયરસના કેસો ભારતમાં પણ હવે વધી રહ્યો છે.  કોરોનાને રોકવાના હેતુસર સાવચેતીના પગલા લેવાનો સિલસિલો જારી છે. ધાર્મિક સ્થળોને પણ એક પછી એક બંધ કરવામાં આવી ચુક્યા છે.  ઐતિહાસિક સ્મારકોને પણ બંધ કરી દેવાયા છે.  દેશના તમામ રાજ્યોમાં સ્કુલ કોલેજો, મલ્ટીપ્લેક્સ, સિનેમાહોલ અને મોલને બંધ કરવાની જાહેરાત કરવામાં આવી ચુકી છે. ભારતમાં કોરોનાના વધતા કેસો વચ્ચે તકેદારી સતત વધી રહી છે. કોરોના વાયરસે ૨૯ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સકંજામાં લઇ લીધા છે.  સરકાર દ્વારા હેલ્પલાઇન નંબર જારી કરવામાં આવ્યા છે. લોકડાઉનના નિયમોને સરળ રીતે પાળવામાં આવે તે જરૂરી છે. ભારત સરકાર તમામ રીતે લોકોને સુરક્ષિત રાખવા માટે માર્ગદર્શિકા વારંવાર જારી કરી રહી છે.

               તમામ રાજ્યોમાં કોરોનાના કેસો સપાટી પર આવી રહ્યા છે.  જે રીતે કેસોની સંખ્યા વધી રહી છે તેનાથી ચિંતા વધી ગઈ છે.  હાલમાં સરકાર કોમ્યુનિટી ટ્રાન્સમીશનના અહેવાલને રદિયો આપી રહી છે. સોમવારના દિવસે સંખ્યા ૧૩૪૭ હતી. જે મંગળવારના દિવસે વધીને ૧૬૦૦થી ઉપર પહોંચી ગઇ હતી. બુધવારના દિવસે કેસોની સંખ્યા ૧૯૦૦થી ઉપર પહોંચી હતી.ગઇકાલે ગુરૂવારના દિવસે કેસોની સંખ્યા ૨૨૦૦થી ઉપર પહોંચી ગઇ છે. શુક્રવારના દિવસે કેસોની સંખ્યા ૨૫૦૦થી ઉપર પહોંચી ગઇ હતી. જ્યારે આજે શનિવારના દિવસે કેસોની સંખ્યા ૩૦૦૦થી વધારે થઇ ગઇ છે જે દર્શાવે છે કે કોરોના વાયરસ કેટલી ઝડપથી ભારતમાં પણ પગ પેસારો કરી રહ્યો છે. 

            ભારતમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ ૩૦મી જાન્યુઆરીના દિવસે આવ્યો હતો. ત્યારબાદ બે મહિનામાં કેસોની સંખ્યા ૧૫૦૦ થઇ હતી. જ્યારે ત્યારબાદ ૧૪મી માર્ચ બાદ કેસોમાં એકાએક જંગી વધારો થયો છે. કુલ કેસો પૈકી ૪૦ ટકાથી વધારે  કેસો છેલ્લા એક સપ્તાહમાં નોંધાયા છે.  ભારતમાં કોરોનાના કારણે દમ તોડી દેનાર લોકોની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. રાજ્યોની વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રમાં કેસોની સંખ્યા સૌથી વધારે પહોંચી ચુકી છે. દિલ્હીમાં પણ કેસોની સંખ્યા ૩૯૦ સુધી પહોંચી ગઇ છે. રાજસ્થાનમાં નવા કેસોની સાથે સંખ્યા ૧૮૦ સુધી પહોંચી ગઇ છે. કેરળમાં પણ કેસોની સંખ્યા ૨૯૫ સુધી પહોંચી ગઇ છે. હાલમાં સ્થિતી વણસી રહી છે. તમિળનાડુમાં આજે નવા ૭૯ કેસ નોંધાયા હતા જે પૈકી ૭૩ તબલીગી મરકઝ સાથે જોડાયેલા હોવાનું જાણવા મળ્યું છે. એક દિવસમાં ૫૦૦થી વધુ કેસ નોંધાયા હોવાની વિગત સપાટી ઉપર આવી છે. એક જ દિવસમાં સૌથી વધુ ૫૨૫ કેસ સપાટી ઉપર આવ્યા છે. મોતનો આંકડો પણ અવિરતપણે વધી રહ્યો છે.

દેશમાં કોરોના કેસ ક્યાં કેટલા

કોરોનાએ દેશના તમામ રાજ્યોને સકંજામાં લીધા

નવીદિલ્હી,તા. ૪ : વિશ્વમાં ભારે હાહાકાર મચાલી રહેલા કોરોના વાયરસના કારણે ભારતમાં પણ કેસોની સંખ્યામાં હવે ઝડપથી વધારો થઇ રહ્યો છે. દેશના ૩૦ રાજ્યો હવે કોરોનાના સકંજામાં આવી ચુક્યા છે. દેશના તમામ રાજ્યોમાં તેનો ફેલાવો થઇ ગયો છે. સાથે સાથે લોકડાઉનની સ્થિતી વચ્ચે કોરોનાને ફેલાતા રોકવા માટે તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં કેસોની સંખ્યા દરેક રાજ્યોમાં વધી રહી છે. જે ચિંતા ઉપજાવે છે. સાથે સાથે તંત્ર સામે અને અન્યો સામે પડકાર પણ ઉભા કરે છે. આજે કેસોની સંખ્યા વધીને ૩૨૫૬ સુધી પહોંચી ગઇ છે. ભારતમાં કોરોનાના ક્યાં કેટલા કેસ તે નીચે મુજબ છે.

ક્રમ

રાજ્યો

ભારતીય દર્દી

વિદેશી દર્દી

આંધ્રપ્રદેશ

૧૬૧

૦૦

છત્તીસગઢ

૦૯

૦૦

દિલ્હી

૪૪૫

૦૧

ગુજરાત

૧૦૮

૦૧

હરિયાણા

૪૯

-

કર્ણાટક

૧૨૮

૦૦

કેરળ

૨૯૫

૦૮

મહારાષ્ટ્ર

૪૯૦

૦૩

ઓરિસ્સા

૦૪

૦૦

૧૦

પોન્ડિચેરી

૦૨

૦૦

૧૧

પંજાબ

૪૮

૦૦

૧૨

રાજસ્થાન

૨૦૦

૦૨

૧૩

તેલંગાણા

૧૫૯

૧૦

૧૪

ચંદીગઢ

૧૮

૦૦

૧૫

જમ્મુ કાશ્મીર

૭૫

૦૦

૧૬

લડાક

૧૩

૦૦

૧૭

ઉત્તરપ્રદેશ

૧૭૪

૦૧

૧૮

ઉત્તરાખંડ

૦૭

૦૧

૧૯

બંગાળ

૬૯

૦૦

૨૦

તમિળનાડુ

૪૧૧

૦૬

૨૧

મધ્યપ્રદેશ

૧૦૪

૦૦

૨૨

હિમાચલ

૦૩

૦૦

૨૩

બિહાર

૩૦

૦૦

૨૪

મણિપુર

૦૧

૦૦

૨૫

મિઝોરમ

૦૧

૦૦

૨૬

ગોવા

૦૫

૦૦

૨૭

આંદામાન નિકોબાર

૧૦

૦૦

૨૮

ઝારખંડ

૦૧

૦૦

૩૦

આસામ

૨૪

૦૦

(3:37 pm IST)