Gujarati News

Gujarati News

News of Sunday, 5th April 2020

યુરોપીઅન દેશોમાં' ઓલ્ડ એજ હોમ ' (વૃધ્ધાશ્રમો ) ખાલી થવા લાગ્યા : કોરોના વાઇરસનો ભોગ બનતા લોકો પૈકી 90 ટકા બુઝર્ગો

લંડન : પાછલી જિંદગીમાં ઘરના લોકો પણ સાચવતા ન હોવાથી ઓલ્ડ એજ હોમ એટલેકે વૃદ્ધાશ્રમોમાં જવા મજબુર બનતા બુઝર્ગો હાલમાં યુરોપમાં કોરોના વાઇરસનો વધુ પ્રમાણમાં ભોગ બની રહ્યા હોવાનું તારણ છે.
        પ્રાપ્ત વિગત મુજબ કોરોના વાઇરસના લક્ષણો જણાતાં ઓલ્ડ એજ હોમમાં રહેતા વૃદ્ધોને હોસ્પિટલમાં લઇ જવાય છે.પરિણામે આ હોમમાંથી અર્ધા ઉપરાંત સંખ્યા ઘટી જવા પામી છે સાથે દિવસો ગુજારી રહેલા બુઝર્ગો એકબીજાથી છુટા પડવા લાગ્યા છે.પરિણામે તેઓની આખોમાં આસુઓ જોવા મળે છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(5:36 pm IST)