Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

પેટ્રોલ-ડીઝલનાં ભાવો ઘટાડવા અંગે નાણામંત્રીએ કહ્યું-સરકાર સામે ધર્મસંકટની પરિસ્થિતી સર્જાઈ છે

પેટ્રોલ-ડીઝલને જીએસટીમાં સામેલ કરવા બાબતે જીએસટી કાઉન્સિલ નિર્ણય કરી શકે

નાણામંત્રી નિર્મલા સીતારમણે પેટ્રોલ-ડીઝલનાં ભાવો ઘટાડવાનાં સવાલ પર કહ્યું કે તે દેશનાં ગ્રાહકોની જરૂરીયાત સમજે છે, પરંતુ આ મુદ્દે સરકાર સામે ધર્મસંકટની પરિસ્થિતી સર્જાઇ છે, તેમણે કહ્યું કે ઘણા એવા સંકેત મળી રહ્યા છે, જેમાં એ બાબત સાબિત થાય છે કે દેશનાં અર્થતંત્રમાં સુધારો થઇ રહ્યો છે.

પ્રેસ કોન્ફરન્સમાં નાણામંત્રીએ કહ્યું અમે ભારતીય યુવાનો પર ફોકસ કરવા માંગીએ છિએ, જેનું અમે બજેટમાં ખ્યાલ રાખ્યો છે.  અમારૂ બજેટ આગામી 20 વર્ષને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે.

શું પેટ્રોલ-ડીઝલને જીએસટીમાં સામેલ કરવામાં આવશે, આ સવાલ પર નિર્મલા સીતારમણે કહ્યું કે આ અંગે જીએસટી કાઉન્સિલ વિચાર કરી શકે છે.

તેમણે કહ્યું કે આ સમયે અર્થતંત્રની સ્થિતિની વાત કરીએ તો તેનાં ઘણા પાસા જોઇ રહ્યા છિએ, તેમણે કહ્યું હું ઘણા પક્ષો સાથે વાત કરી રહી છું, મોટાભાગનાં ઉદ્યોગપતિઓ કહ્યું કે હવે કારખાના પુરી ક્ષમતાથી કામ કરી રહ્યાં છે, અને તે હવે વિસ્તાર કરવા પર વિચાર કરી રહ્યાં છે.

નાણાંમંત્રીએ કહ્યું કે હવે ભરતીય અર્થવ્યવસ્થામાં સુધારો થઇ રહ્યો છે. આઈઆઈટી અને આઈઆઈએમનું પણ કહેવું છે કે નોકરીઓની ભરતીમાં તેજી આવી છે, જોબ માર્કેટમાં સુધારો આવી રહ્યો છે. તેમણે કહ્યું કે પરપ્રાંતિય મજૂરો કામ પર પાછા ફરી રહ્યા છે, આનાથી પણ અર્થતંત્રમાં પણ સુધારાનાં સંકેત જોવા મળી રહ્યો છે. તેમણે કહ્યું કે હવે બેંકો હોમ લોનના દરમાં ઘટાડો કરી રહી છે.

નાણામંત્રી સિતારમણનું નિવેદન દર્શાવે છે કે, સરકાર આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ટેક્સમાં ઘટાડો કરવાના મૂડમાં નથી

(11:51 pm IST)