Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

પત્નીના મૌનને સંમતિ ન માની લેવાય : પુત્ર કે પુત્રી દત્તક લેતી વખતે વાંધો લેવાને બદલે મૌન રાખ્યું તેથી સંમતિ હતી તેવું ન માની શકાય : પત્નીની લેખિત સંમતિ કે પુરાવાનો આધાર હોય તો જ દત્તક લેવાની પ્રક્રિયા પૂર્ણ થઇ ગણાય : અલ્હાબાદ હાઇકોર્ટનો ચુકાદો


અલ્હાબાદ : મૃતક પિતાએ હયાતી દરમિયાન દત્તક લીધેલી પુત્રીએ પિતાની સંપત્તિમાં વારસદાર હોવાની કરેલી અરજી અલ્હાબાદ હાઇકોર્ટે નામંજૂર કરી હતી.

નામદાર કોર્ટે જણાવ્યું હતું કે હિન્દૂ એડોપશન એન્ડ મેન્ટેનન્સ 1956 ની કલમ 7 મુજબ પુત્ર કે પુત્રી દત્તક લેતી વખતે વાંધો લેવાને બદલે પત્નીએ મૌન રાખ્યું તેથી સંમતિ હતી તેવું ન માની શકાય . પત્નીની લેખિત સંમતિ કે પુરાવાનો આધાર હોય તો જ દત્તક લેવાની પ્રક્રિયા પૂર્ણ થઇ ગણાય .


દત્તક લેતી વખતે હાજર હતી. તેથી તે સંમત છે તેવું માની ન લેવાય
.પત્નીની લેખિત સંમતિ કે પુરાવાનો આધાર હોય તો જ દત્તક લેવાની પ્રક્રિયા પૂર્ણ થઇ ગણાય તેવું  જસ્ટિસ શ્રી મનોજ એમ.ની  ડિવિઝન બેંચે જણાવ્યું હતું .તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.

 

(8:48 pm IST)