Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

હવે ડેસ્ટોપમાંથી પણ વ્હોટસએપ કોલ કરી શકાશે

નવી દિલ્હી : વ્હોટસએપે પોતાના ડેસટોપ એપ ઉપર હવે વોઇસ અને વીડીયો કોલની સુવિધા શરૂ કરી છે. જે સંપૂર્ણ રીતે સુરક્ષીત હોવાનું જણાવાયું છે. જેના દ્વારા યુઝર હવે મોટી સ્ક્રીન ઉપર પોતાના મિત્રો, પરિવારજનોને જોઇ શકશે અને વાતચિત કરી શકશે.નવા સુરક્ષા ફીચર પણ બહાર પાડવાની સાથે વ્હોટસએપ વેબ અને ડેસ્ટોપ ઉપર કનેકટ કરતી વખતે ફીંગર પ્રીન્ટ અને ચહેરાથી અનલોકની સુવિધા અપાઇ છે. જેનો ઉપયોગ વ્હોટસઅપ એકાન્ટને કોમ્પ્યુટરથી જોડવામાં થશે.ફેસબુક હેઠળ આવતા વ્હોટસએપે આ સુવિધા ડિસેમ્બરમાં કેટલાક યુઝર્સ માટે કરી હતી. પણ હવે તેને બધા માટે લોન્ચ કરવામાં આવી છે. જે વીન્ડો અને મેક બન્નેમાં ઉપલબ્ધ છે. તેમનો દાવો છે ક.ે મોટી સ્ક્રીનથી વાતચીત કરતી વખતે લોકોને હાથમાં ફોન રાખવાની જરૂર નહીં રહે.

(4:56 pm IST)